Tuesday, September 21, 2021
Homeસુરત : જેલમાં રહસ્યમય સંજોગોમાં તબિયત બગડયા બાદ પોક્સોના આરોપીનું મોત
Array

સુરત : જેલમાં રહસ્યમય સંજોગોમાં તબિયત બગડયા બાદ પોક્સોના આરોપીનું મોત

 ચોકબજારના આધેડની પોક્સો હેઠળ પોલીસે ધરપકડ કરીને લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. જયાં ત્રણ દિવસ પહેલા તેની રહસ્યમય સંજોગોમાં તબિયત લથડતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાતા શનિવારે બપોરે મોત થયું હતુ. પેરાલિસિસથી પિડાતા આધેડને ચાર વ્યક્તિઓએ ઢોર માર માર્યો હોવાના આક્ષેપ તેના પરિવારે કર્યા છેઅને તેમની સામે ખોટી ફરિયાદ કરી હોવાના પણ આક્ષેપ કર્યા છે.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ ચોકબજારના સોની ફળિયા સ્થિત શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતા 56 વર્ષના વસંતભાઇ ઠાકોરભાઇ સુરતી પરિવારજનો સાથે 10 થી 15 દિવસ પહેલા રહેવા આવ્યા હતા. તા. 14મીએ વસંતભાઈ સામે બાળકીની છેડતી બાબતે પોક્સો એક્ટ હેઠળ અઠવા પોલીસ મથકમાં નોંધાઇ હતી. જેથી પોલીસે તેમની ધરપકડ કરી સચિનની લાજપોર સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યા હતા. દરમિયાન તા.22ના રોજ જેલમાં તેમની રહસ્યમય સંજોગોમાં તબિયત બગડતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં સારવાર દરમિયાન શનિવારે તેમનું મોત થયું હતુ. વસંતભાઈની પુત્રી ખુશ્બુ સહિતના પરિવારના સભ્યોએ કહ્યું કેઅઠવા પોલીસ મથકમાં વસંતભાઇ સામે ખોટી ફરિયાદ નોંધાવી હતી. તેમને અમિત સહિત ચાર વ્યક્તિઓ ઢોર માર મારતા હતા. તે સમયે બાજુની સોસાયટીના લોકો ત્યાં દોડી આવીને તેમને છોડાવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. માર માર્યા અંગે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવવા ગયા હતા પણ પોલીસે ફરિયાદ લીધી ન હતી અને કોઈ વ્યક્તિના દબાણથી તેમની સામે ખોટી ફરિયાદ નોંધી હતી. વસંતભાઈને પેરાલિસિસ હોવાથી બરાબર ચાલી શકતા નથી. તો છેડતી કઈ રીતે કરી શકે જોકે તેઓએ તેમને માર માર્યા બાદ તેમનું મોત થયું હોવાના આક્ષેપ કર્યા છે. વધુમાં કહ્યું કેવસંતભાઈ સિવિલમાં દાખલ હોવા અંગે પોલીસે જાણકારી આપી ન હતી. શનિવારે લાજપોર જેલમાં વસંતભાઈને મળવા ગયા ત્યારે ત્યાંથી ખબર પડી કે તેમને નવી સિવિલમાં દાખલ કર્યા છે. જેથી પરિવારના સભ્યો તરત દોડીને નવી સિવિલમાં આવ્યા તો ખબર પડી કે તે મોતને ભેટયા હતા. આ સાંભળી પરિવારના સભ્યો ચોંકી ઉઠયા હતા. ફોરેન્સીક પોસ્ટમોર્ટમ કર્યા બાદ ડોકટરે કહ્યું કેતેમના હાથ-પગ પર ૭થી૮ દિવસ જુના ઇજાનાં નિશાન મળી આવ્યા હતા. તેમના લીધેલા વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા પછી તેમના મોતનું સાચુ કારણ જાણવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments