Wednesday, September 29, 2021
Homeસુરત : પ્રયાસ : સમિતિની શાળાના ગરીબ બાળકોને ગુણવત્તાભર્યા શિક્ષણ
Array

સુરત : પ્રયાસ : સમિતિની શાળાના ગરીબ બાળકોને ગુણવત્તાભર્યા શિક્ષણ

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનો શિક્ષણનો પાયો વધુ મજબુત થાય તે માટે સમિતિના શિક્ષકો દ્વારા ઓન લાઈન શિક્ષણ સાથે સાથે શેરી શિક્ષણ પણ શરૂ કરવામાં આવ્યું છે. સમિતિની શાળાઓમાં શિક્ષકો ઓન લાઈન શિક્ષણ તો આપે જ છે સાથે સાથે તેઓ બાળકોના ઘર નજીક જઈને બાળકોને ભેગા કરીને પ્રત્યક્ષ શિક્ષણ પણ આપી રહ્યાં છે. સમિતિના આવા શિક્ષકોને કારણે ગરીબ વિદ્યાર્થીઓને ગુણવત્તાભર્યુ શિક્ષણ મળી રહ્યું છે.

સુરતમાં કોવિડની એન્ટ્રી સાથે જ શિક્ષણનું કાર્ય ઠપ્પ થઈ ગયું હતું શિક્ષણ વિભાગ દ્વારા ઓન લાઈન શિક્ષણ શરૂ કરવામા આવ્યું છે પરંતુ સમિતિના બાળકો માટે ઓન લાઈન શિક્ષણ મુશ્કેલ બની રહ્યું છે. સમિતિની શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસ કરતાં હોવાથી તેઓને મોબાઈલ કે ઈન્ટરનેટ ડેટાનો પ્રશ્ન આવી રહ્યો છે. આવા સંજોગોમાં સમિતિના શિક્ષકોએ બાળકોના ઘર નજીક જઈને ઓફ લાઈન શિક્ષણના ભાગ રૂપે શેરી શિક્ષણ શરૂ કર્યું છે.

રાંદેર વિસ્તારની એક શાળાના આચાર્ય દામીની લોટીયા કહે છે, અમારા વિસ્તારની શાળામાં અભ્યાસ કરતાં બાળકોને પુરતું શિક્ષણ મળે તે માટે અમારી શાળાના શિક્ષકો રોજ જુદા જુદા વિસ્તારમાં જાય છે અને ત્યાં જઈને બાળકોને ભેગા કરીને પ્રત્યક્ષ શિક્ષણ આપે છે. શરૂઆતમાં શિક્ષકોને થોડી મુશ્કેલી પડી હતી પરંતુ વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે સાથે આસપાસના લોકોનો સહયોગ મળતા શેરી શિક્ષણ અસરકારક સાબિત થઈ રહ્યું છે. શાળામાં ઓન લાઈન શિક્ષણ તો આપવામાં આવે છે પરંતુ વિદ્યાર્થીઓ સાથે કોમ્યુનીકેશન ગેપ ન રહે અને બાળકોને હુંફ સાથે શિક્ષણ મળે તે માટે અમારી શાળાના શિક્ષકો આ પ્રકારે શિક્ષણ આપી રહ્યાં છે અને તેનું સારૂ પરિણામ પણ જોવા મળી રહ્યું છે.

સેન્ટ્રલ ઝોનમાં શેરી શિક્ષણ આપતાં વર્ષાબેન પટેલ કહે છે, અમારા વિસ્તારના સ્લમમાંથી અનેક બાળકો સમિતિની શાળામાં આવે છે તેઓને ઓન લાઈન શિક્ષણ વખતે મુશક્લી પડતી હોવાની અનેક ફરિયાદ હતી. જેના કારણે શાળાના શિક્ષકોએ જુદા જુદા વિસ્તારમાં જઈને શિક્ષણ આપવાનું શરૂ કર્યું હતું. જે વિસ્તારમાંથી વધુ બાળકો આવતાં હોય તે વિસ્તારમાં જાહેર જગ્યાએ જઈને પણ અમે શિક્ષણ આપીએ છીએ. તેમની સાથે શિક્ષણ આપતાં જ્યોત્સના રાણા કહે છે, અમારા વિસ્તારમાં બાળકોની સાથે શિક્ષકોનો સીધો સંવાદ થાય છે અને બાળકોને નડતી મુશ્કેલીઓ દુર કરવામા આવે છેે તેથી તેઓને સારૂ શિક્ષણ મળી રહે છે. સેન્ટ્ર અને રાંદેર ઝોનની જેમ અન્ય ઝોનની શાળાઓ દ્વારા પણ ઓન લાઈન શિક્ષણ સાથે સાથે શેરી શિક્ષણનો કન્સેપ્ટ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં તેનું સારૂ પરિણામ મળે તેવું શિક્ષકો અને વાલીઓનું કહેવું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments