Tuesday, October 26, 2021
Homeસુરત :દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ, વાલોડમાં 5 ઈંચથી વધુ વરસાદ
Array

સુરત :દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ, વાલોડમાં 5 ઈંચથી વધુ વરસાદ

સુરત. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના વાલોડમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ 7 મિમિથી લઈને 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર થોડું ઘટ્યું
મહારાષ્ટ્રમાં નાસિક ઉપર સક્રિય થયેલી અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ નબળી પડી છે. જેથી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર થોડું ઘટ્યું હતું. આગામી 24 કલાક મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં તમામ 32 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના વાલોડમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ સાથે વ્યારા, ડોલવણ, બારડોલી અને માંગરોળમાં 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

સુરત જિલ્લાનો છેલ્લા 24 કલાકનો વરસાદ

તાલુકો વરસાદ(મિમિ)
બારડોલી 96
ચોર્યાસી 54
કામરેજ 55
મહુવા 82
માંડવી 77
માંગરોળ 94
ઓલપાડ 21
પલસાણા 54
સુરત સિટી 27
ઉમરપાડા 22

નવસારી જિલ્લાનો છેલ્લા 24 કલાકનો વરસાદ

તાલુકો વરસાદ(મિમિ)
નવસારી 35
ખેરગામ 45
ગણદેવી 21
ચીખલી 24
જલાલપોર 26
વાંસદા 32

વલસાડ જિલ્લાનો છેલ્લા 24 કલાકનો વરસાદ

તાલુકો વરસાદ(મિમિ)
ઉમરગામ 7
કપરાડા 10
ધરમપુર 32
પારડી 29
વલસાડ 43
વાપી 4

તાપી જિલ્લાનો છેલ્લા 24 કલાકનો વરસાદ

તાલુકો વરસાદ(મિમિ)
ઉચ્છલ 61
કુકરમુંડા 26
ડોલવણ 95
નિઝર 5
વ્યારા 93
વાલોડ 137
સોનગઢ 86

ડાંગ જિલ્લાનો છેલ્લા 24 કલાકનો વરસાદ

તાલુકો વરસાદ(મિમિ)
આહવા 36
વઘઈ 50
સુબીર 49
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments