- Advertisement -
સુરતઃપુણા વિસ્તારમાં આવેલી આદિજાતિ વિભાગ ગુજરાત સરકાર સંચાલિત આદિવાસી બાળકોની હોસ્ટેલ કમ સ્કૂલના ડિમોલેશનના વિરોધમાં વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી હતી. હોસ્ટેલના બાળકોએ વિરોધ કરતાં જણાવ્યું હતું કે, ચોમાસામાં હોસ્ટેલ તોડી પડાઈ તો તેમના શિક્ષણ અને રહેઠાણનો સવાલ ઉભો થયો છે.
બીજીવાર ડિમોલેશન થયું
ઓબીસી નેતા મનુ ચાવડાએ જણાવ્યું હતું કે, હોસ્ટેલનું પાલિકા દ્વારા બીજીવાર ડિમોલેશન કરવામાં આવ્યું છે.ગઈકાલે પાલિકાના અધિકારીઓ કોઈ જ સૂચના કે નોટિસ વગર આવીને ડિમોલેશન કરી ગયા હતાં. આજે પોલીસ કાફલા સાથે ડિમોલેશન કરવા આવતાં તેમને ગાંધી ચીંધ્યા માર્ગે અટકાવવા માટે રામધૂનનું વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓ પોસ્ટર લઈને સ્લોગન લખીને વિરોધ પ્રદર્શન કરવા બેઠા હતાં. સાથે જ પાલિકા દ્વારા સમયની માંગ કરવામાં આવતાં મામલો થાળે પડ્યો હતો.