સુરત : લોકડાઉના કારણે આર્થિક ભીંસ વધતા બેકાર બનેલા રત્નકલાકારે ફાંસો ખાઈને કર્યો આપઘાત

0
5

લોકડાઉનની વચ્ચે આર્થિક સંકડામણ અનુભવતા સુરતમાં એક યુવકે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી વિગત મુજબ વેડરોડ વિસ્તારમાં આવેલા રામજીનગર ખાતે રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 401માં રહેતા ભરત સરવૈયાએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.

યુવક છેલ્લા 17 વર્ષથી રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. છેલ્લા એક વર્ષથી બેકાર બનેલો રત્નકલાકાર લૉકડાઉનને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં હિંમત હારી ગયો હતો અને ઘરમાં પંખા સાથે લટકીને મોતને વ્હાલું કર્યું.

  • ગળે ફાંસો ખાઈને રત્નકલાકારે ફાંસો ખાઈ લીધો
  • બેકાર રત્નકલાકારે આર્થિક સંકડામણને કારણે ભર્યું આ પગલું
  • લૉકડાઉ બાદ કામ ન મળતા આખરે હિંમત હારીને મોત વહાલું કર્યું

સુરતમાં લૉકડાઉન પહેલાથી જ રત્નકલાકારોની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. આ તો બીજી તરફ ભરત લોકડાઉન બાદ કામ ન મળતાં બેકાર થઈ ગયા હતાં. પરિવારના સભ્યોએ કહ્યું કે, તે કામની શોધમાં કારખાને કારખાને જઈ રહ્યો હતો. પરંતુ કામ મળતું નહોતું. જેથી આ પગલું ભર્યુ છે. ભરત એક વર્ષ સુધી પરિવારના સભ્યોની મદદથી ગુજરાન ચલાવતો રહ્યો હતો. ભરતને આશા હતી કે તેને ફરીથી હીરાનું કામ મળી જશે, પરંતુ લૉકડાઉને તેની આશા પર પાણી ફેરવી દીધું હતું. આખરે હિંમત હારીને તેણે ગતરોજ પંખા સાથે દોરડું બાંધીને આપધાત કરી લીધો હતો.

ભારતના આપઘાત બાદ પરિવારજનો પર આભ તૂટ્યું પડ્યું છે. ભરતના બે દીકરાઓએ પિતાની છત્રછાંયા ગુમાવી દીધી છે. એટલું જ નહીં ભરત પોતે વિધવા માતાનો એકનો એક દીકરો અને ત્રણ બહેનનો એકમાત્ર વીરલો હતો. ભરતના આપઘાત બાદ તેના પરિવારમાં શોકનો માહોલ છે. તો બીજી તરફ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.