Wednesday, November 30, 2022
Homeગુજરાતસુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને કરાયું રિહર્સલ

સુરત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને કરાયું રિહર્સલ

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરના દિવસે સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લિંબાયત વિસ્તારની અંદર છેલ્લા બે ચાર દિવસથી તમામ પરિસ્થિતિઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ જાતની કસર ન રહી જાય તેના માટે વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. આજે નરેન્દ્ર મોદીના આગમનને લઈને રિહર્સલ કરાયું હતું.અધિકારીઓએ સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીલગીરી ગ્રાઉન્ડ ઉપર પહોંચવા માટેની તૈયારીઓમાં વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. આજે સવારે વાયુ સેનાના વિશેષ હેલિકોપ્ટર ગોડાદરા વિસ્તારના મહર્ષિ આસ્તિક શાળાના ગ્રાઉન્ડ ઉપર હેલીપેડ ઉપર ઉતારવામાં આવ્યું હતું. હેલીપેડ ઉપર તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હેલીપેડની આસપાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આવી રહ્યા છે ત્યારે વધુમાં વધુ લોકો સાથે સંપર્ક કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ભાજપ દ્વારા કરવામાં આવી છે. વિશેષ કરીને રોડ શો કરવો કે કેમ તે અંગે મૂંઝવણ હતી પરંતુ હવે નિર્ણય લેવાયો છે કે હેલીપેડથી લિંબાયત જાહેર સભા સ્થળ સુધી બે કિલોમીટરનો ભવ્ય રોડ શો કરવામાં આવશે. આ રોડ શો માટે લોકો કેવી રીતે થશે તે માટેની પણ જવાબદારી ભાજપ સંગઠન દ્વારા વોર્ડ પ્રમાણે સોંપી દેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular