Tuesday, September 21, 2021
Homeસુરત : AAP દ્વારા ઈન્જેક્શનની માગ સાથે આરોગ્યમંત્રીના ઘરનો ઘેરાવ
Array

સુરત : AAP દ્વારા ઈન્જેક્શનની માગ સાથે આરોગ્યમંત્રીના ઘરનો ઘેરાવ

સુરતમાં પાલિકામાં વિરોધ પક્ષ તરીકે ચૂંટાયેલા આપના કાઉન્સિલર અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કતારગામ વિસ્તારમાં તૈયાર થયેલા ઓવરબ્રિજને વિરોધ પક્ષના નેતાએ તથા કાર્યકરોએ લોકો માટે ખુલ્લો મૂકી દીધો હતો. બીજી તરફ રાજ્યમાં સર્જાયેલી રેમડેસિવિર ઈન્જેક્શની અછત વચ્ચે સુરતમાં ભાજપ કાર્યાલય પર લોકોને ઈન્જેક્શન અપાતા હોવાના વિરોધમાં આપ દ્વારા આરોગ્યમંત્રી કુમાર કાનાણીના ઘરનો ઘેરાવ કરીને નારેબાજી કરવામાં આવી હતી. જેથી પોલીસ દ્વારા આપના કાર્યકરો અને કાઉન્સિલરોની અટકાયત કરવામાં આવી હતી.

કુમારભાઈને નારા દ્વારા સવાલો કરાયા
આમ આદમી પાર્ટી દ્વારા આ રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કુમાર કાનાણીના ઘરની બહાર આમ આદમી પાર્ટી દ્વારા ” ઇન્જેક્શન આપો નહીં તો રાજીનામું આપો “ના નારા લગાવ્યા. ભાજપ કાર્યાલય અને કિરણ હોસ્પિટલમાં જ કેમ જીવન રક્ષક ઇન્જેક્શનો પહોંચ્યા. રૂપાણી સરકારે આનો જવાબ આપવો જોઈએ. વરાછા પોલીસે જાણ થતાની સાથે જ કુમાર કાનાણીના ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શન કરતા આપના કાર્યકર્તાઓને ત્યાંથી વિખેર્યા હતા.

વિરોધ પક્ષના નેતા દ્વારા લોકોની સુવિધા માટે બ્રિજને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.
વિરોધ પક્ષના નેતા દ્વારા લોકોની સુવિધા માટે બ્રિજને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.

કતારગામ ઓવરબ્રિજ ખુલ્લો મુકાયો
કરોડો રૂપિયાના ખર્ચે કતારગામથી અડાજણને જોડતો ફલાય ઓવર બ્રિજ છેલ્લા ઘણા સમયથી તૈયાર થઇ ગયો હોવા છતાં પણ તેને લોકો માટે ખુલ્લો મૂક્યો ન હતો. તેને કારણે વાહનચાલકોને ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડતો હતો સાંજના સમયે કતારગામ દરવાજા પાસે ચક્કાજામ જેવી સ્થિતિ જોવા મળતી હતી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ થોડા દિવસ અગાઉ ભાજપના શાસકોને બ્રિજ શરૂ કરી દેવા માટે ટક્કર કરી હતી.પરંતુ બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો ના મુકાતા આજે આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા તેમજ અન્ય કોઈ પર્યાય જઈને બ્રિજ ખુલ્લો મુકી દેતા વાહનચાલકોએ બ્રિજનો ઉપયોગ શરૂ કરી દીધો હતો.

આપ દ્વારા લોકાર્પણ અગાઉ બ્રિજને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.
આપ દ્વારા લોકાર્પણ અગાઉ બ્રિજને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.

વિરોધ પક્ષના નેતાએ બ્રિજ ખુલ્લો મૂક્યો
આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે લોકોના સુવિધા માટે કરોડો રૂપિયા ખર્ચીને તૈયાર કરાયેલા ફ્લાય ઓવર બ્રીજનું લોકાર્પણ કરવામાં આવતું ન હતું માત્ર નેતાઓને સમય ન હોવાથી લોકાર્પણ વિધિ લંબાઈ રહી હતી. તેના કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. સુરતની પ્રજાને ટ્રાફિકની મુશ્કેલીમાંથી રાહત આપવા અમે અમારા કોર્પોરેટરો સાથે જઈને ફલાય ઇવેર બ્રિજ ખુલ્લો મુક્યો હતો. વાહનચાલકો તેનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. કોઈને તને સમય ન હોય લોકાર્પણ કરવાનો એના માટે પ્રજા શા માટે હેરાન થાય?. આખરે પ્રજાની સુવિધા માટે નિર્માણ કરાયેલા બ્રિજની કોઈ નેતા લોકાર્પણ વિધિ પૂર્ણ કરે પછી જ ઉપયોગમાં લેવો એવું જરૂરી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments