Saturday, September 18, 2021
Homeસુરત : કલાકના 15 કિ.મીની ઝડપે નૈઋત્યના પવન ફુંકાયા
Array

સુરત : કલાકના 15 કિ.મીની ઝડપે નૈઋત્યના પવન ફુંકાયા

સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાના વિરામ વચ્ચે પવન દેવતાનું ચક્ર આખો દિવસ ફરતુ રહેતા કલાકના ૧૫ કિ.મીની ઝડપે નેઋત્યના પવન ફુંકાયા હતા. ઉકાઇ ડેમની સપાટીમાં વધારો થઇને ૩૨૪.૩૪ ફૂટ નોંધાઇ હતી.

ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ સુરત શહેર અને જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે આજે મેઘરાજાએ સંર્પૂણ વિરામ ફરમાવ્યો હતો. સુરત શહેરમાં પણ આજે આકાશ વાદળોથી ઘેરાયેલુ રહેવાની સાથે જ તાપમાન ૩૦.૪ ડિગ્રી, લઘુતમ તાપમાન ૨૬.૬ ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા, હવાનું દબાણ ૧૦૦૧.૭ મિલીબાર અને દક્ષિણ-પશ્રિમ દિશામાંથી કલાકના ૧૫ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. આમ દિવસના સતત પવન ફુંકાતો રહેતા વાદળો ખેચાઇ જતા વરસાદે વિરામ લીધો હતો.

ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ મેઘરાજા સામાન્ય વરસતા પાણીની આવક ઘટી જઇને ૨૭,૦૦૦ કયુસેક થઇ હતી. અને સપાટીમાં વધારો થઇને ૩૨૪.૩૪ ફૂટ નોંધાઇ હતી. ઉકાઇ ડેમનું રૃલલેવલ ૩૩૩ ફૂટ અને ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે. મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી પણ પાણી છોડવાનું ઘટાડી દઇને ૧૩,૦૦૦ કયુસેક કરી દેવાયુ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments