Friday, September 17, 2021
Homeસુરત : 99 સેન્ટર પર વેપારીઓ માટે ખાસ રસીકરણ, 1 સેન્ટર પર...
Array

સુરત : 99 સેન્ટર પર વેપારીઓ માટે ખાસ રસીકરણ, 1 સેન્ટર પર 225ને વેક્સિન મળશે

સુરતમાં રવિવારે બંધ રહેતાં વેક્સિનેશન કાર્યક્રમને આ વખતે જારી રખાયું છે. વાણીજ્ય એકમો સાથે સંકળાયેલા વેપારીઓ, કર્મચારીઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તે માટે પાલિકાના કોમ્યુનિટી હોલ, સમાજની વાડી, શાળાઓ, કેટલાંક હેલ્થ સેન્ટરોમાં મળી કુલ 99 સેન્ટરો પર આજે સેન્ટર દિઠ 225 લોકોને રસી આપવામાં આવનાર છે.

વેપારીઓ માટે ખાસ વેક્સિનેશન

રાજય સરકાર દ્વારા દર રવિ અને બુધવારે રસીકરણ બંધ રાખવા લેવાયેલા નિર્ણય વચ્ચે તા.31 સુધીમાં ડોઝ લઇ લેવા વેપારીઓને અંતિમ મુદત અપાઇ છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આજે 99 કેન્દ્ર પર વેપારીઓ માટે ખાસ વેક્સિનેશન રાખવામાં આવ્યું છે. એક સેન્ટર પર 225 લોકોને વેક્સિન આપવામાં આવશે. ગર્ભવતી મહીલાઓ ને વેક્સિનેશન માટે કરાયેલી અલાયદી વ્યવસ્થામાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ 270 એ રસી મૂકાવી છે. જ્યારે શનિવારે કુલ 22,702 ને રસી મૂકાવી છે. તેમાં, પ્રથમ ડોઝ 11,394 અને બીજો ડોઝ 11,308 એ લીધો હતો.

15 દિવસમાં સ્પુટનિકના 2200 ડોઝ અપાયા

કિરણ હોસ્પિટલે યુરોપની સ્પુટનિક વેક્સિન મુકવાનો પ્રારંભ આજથી પંદર દિવસ પહેલા કરવામાં આવ્યો હતો 24મીથી બીજા રાઉન્ડની શરૂઆત કરતાં પ્રથમ દિવસે 100 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 15 દિવસમાં 2200 લોકોએ વેક્સિન લીધી અને 7 હજાર જેટલું વેઇટિંગ લિસ્ટ હોવાથી વધુ 20 હજાર ડોઝનો ઓર્ડર અપાયો છે. કિરણ હોસ્પિટલના મેડિકલ ડાયરેકટર ડો. મેહુલ પંચાલે જણાવ્યું કે ઓગસ્ટ એન્ડ અથવા સપ્ટેમ્બર પ્રથમ વીક સુધીમાં 20 હજાર લોકોને મુકાઈ જશે. અત્યારે દરરોજ 150 લોકોને આપીએ છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments