સુરત : સ્વયંભૂ લોકડાઉન અત્યંત જરૂરી , આગામી 2 અઠવાડિયાં ખૂબ જ સાવચેતી રાખવા

0
12

સુરત શહેર કોરોનાના જવાળામુખી પર જીવી રહ્યું છે. કોરોના પોઝિટિવ લોકો માટે હોસ્પિટલોમાં બેડ નથી, દાખલ દર્દીઓ માટે ઈન્જેકશન નથી, ઓકિસજન પૂરતો નથી અને વેન્ટિલેટર તેમજ બાયપેપ પણ ખૂટી પડયાં છે. સ્મશાનમાં ભઠ્ઠીઓ ઓછી પડતી હોવાથી રાજકોટથી મગાવવામાં આવી છે. હોમ કવોરન્ટીન રહેલા દર્દીએ માટે ફેબિબલુ દવાનો જથ્થો ખૂટી પડયો છે. હોસ્પિટલોમાં સ્ટાફ રહ્યો નથી., જે સ્ટાફ સેવા કરી રહ્યો છે તેમાંના પણ ઘણા લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. સ્વજનોને બચાવવા ઈન્જેકશનની લાઈનોમાં ઊભા રહેલાં સગાંમાં પણ ચેપ હોવાની આશંકા છે. આ સ્થિતિમાં હવે ડોકટરો પણ લાચાર બન્યા છે. હિંમતથી સારવાર આપી રહ્યા છે, પણ તેઓ હવે કહી રહ્યા છે કે સુરતને હવે ભગવાન જ બચાવી શકે. સ્થિતિ એ હદે ભીષણ થઈ ગઈ છે કે સ્મશાનમાં અગ્નિદાહ આપવા માટે હવે કેરોસિનનો ઉપયોગ કરવો પડે છે.

જવાબદાર આ 5 કારણો

  • રોજના 50થી 250 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થાય છે.
  • ખાનગી હોસ્પિટલોમાં એકપણ બેડ ખાલી નથી, સરકારીમાં ગણ્યાંગાઠ્યાં ખાલી.
  • દરેક હોસ્પિટલોમાં દાખલ થવા માટે 10થી 150 દર્દીઓનું વેઈટિંગ ચાલી રહ્યું છે.
  • રોજના સરેરાશ 100થી 200 લોકોના કોવિડ અને નોન-કોવિડમાં મૃત્યુ થાય છે.
  • શહેરનાં ત્રણેય સ્મશાનમાં અંતિમવિધિ માટે 12થી 14 કલાકનું વેઈટિંગ, નવાં સ્મશાન શરૂ કરાયાં.
શહેરની હોસ્પિટલોની આ છે સ્થિતિ નિર્મલ હોસ્પિટલ યુનિક હોસ્પિટલ વિનસ હોસ્પિટલ યુનિટેડ ગ્રીન હોસ્પિટલ સનસાઈન હોસ્પિટલ મૈત્રેય હોસ્પિટલ પ્રભુ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ સ્મિમેર હોસ્પિટલ GB વાઘાણી હોસ્પિટલ PP સવાણી હોસ્પિટલ બાપ્સ હોસ્પિટલ ગિરીશ ગ્રુપ હોસ્પિટલ પ્રાણનાથ હોસ્પિટલ માલવિયા હોસ્પિટલ એપેક્સ હોસ્પિટલ ધ્વનિ હોસ્પિટલ
કુલ બેડ 50 103 75 100 130 105 105 1580 921 44 27 150 58 50 80 17 50
ભરેલા બેડ 50 103 75 100 130 105 105 1347 599 44 27 150 58 50 80 17 50
ICU બેડ 12 32 28 26 18 28 29 12 12 11 17 7 નથી
ICU ફુલ બેડ 12 32 28 26 18 28 29 12 12 11 17 7
વેન્ટિલેટર 10 22 22 18 17 14 9 4 3 4 5 3 નથી
વેન્ટિલેટર ફુલ 10 22 22 18 17 14 9 4 3 4 5 3
ઈન્જેક્શનની જરૂર 80 150 75 125 50-70 125-150 60-70 ન કહી શકાય ન કહી શકાય 10-15 10 40-50 50 30+ 30-35 15-20 20-30
રોજ મળે છે. 51 90 30 ન કહી શકાય 40 ન કહી શકાય ન કહી શકાય તમામને મળે છે તમામને મળે છે 10-15 10 12-15 11 10-15 25-35 8-10 10-20
નવા પેશન્ટ 60 130 150 20 20 15-20 15-20 200+ 50+ 25 8-10 12+ 8-10 15 5 5
વેઈટિંગ 40 100 100 70 60 15-20 200-250 200+ ન કહી શકાય 70 50 12 10 8 12 12 4

ડોક્ટરો પણ લાચાર


બેડની ભલામણ માટે રોજના 100થી 150, ઈન્જેક્શન માટે 80 ફોન આવે છે

સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. હોસ્પિટલો ફુલ હોવાથી બેડની ભલામણ માટે રોજના 100થી 150, જ્યારે ઈન્જેક્શન માટે 80 ફોન આવે છે. – ડો સમીર ગામી

શહેરનું મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હવે ભાંગી પડવાના આરે આવી ગયું છે
મને સુરત જ નહિ, સુરત બહારથી પણ ફોન આવી રહ્યા છે. હાલ શહેરનું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લગભગ કોલેપ્સ થઇ ચૂક્યું છે. હવે તો ભગવાન બચાવે. – ડો.દીપક વીરડિયા

ઘરમાં ક્વોરન્ટીન રહેલા દર્દીઓને પણ ઓક્સિજનની જરૂર પડે છે
હોસ્પિટલ બહારના દર્દીઓે ભગવાન ભરોસે છે. ઘરમાં પણ દર્દીઓેને ઓક્સિજનની જરૂર પડે છે. રોજના ભલામણ માટે 100થી 150 ફોન આવે છે. – ડો. પ્રતીક સાવજ

બીજી લહેરમાં બાળકોથી માંડી યુવાઓમાં પણ ચેપનું પ્રમાણ વધ્યું છે
બીજો વેવ વધુ ઘાતક અને ચેપી છે. બાળકોથી માંડી યુવાઓેમાં ચેપનું પ્રમાણ વધ્યું છે. બેડ, ઈન્જેક્શનની ભલામણના રોજના 100 ફોન આવે છે. – ડો. દીપ્તિ પટેલ

હવે લાચારી અનુભવી રહ્યા છે, લોકો સ્વયં શિસ્ત રાખે એ અત્યંત જરૂરી છે
અમે લાચારી અનુભવી રહ્યા છીએ, લોકો સ્વયંશિસ્ત નહીં રાખે તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. – ડો.હરેશ વસ્તરપરા

તબીબી માળખું હલી ગયું છે, સ્વૈચ્છિક લોકડાઉન જરૂરી છે
સ્વયંભૂ લોકડાઉન અત્યંત જરૂરી છે. આગામી 2 અઠવાડિયાં ખૂબ જ સાવચેતી રાખવા જેવાં છે. મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડગમગી ગયું છે. – ડો.નિર્મલ ચોરારિયા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here