ધો. 12 સા.પ્રવાહ પરિણામ : સુરતી વિદ્યાર્થીઓએ ફરી ડંકો વગાડ્યો, A-1માં રાજ્યમાં સૌથી વધુ 189

0
0

સુરત. ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2020 માટે લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં 189 A1-ગ્રેડના વિદ્યાર્થીઓ સાથે સુરત જિલ્લો આગળ રહ્યો છે. ગત વર્ષની સરખામણીમાં A-1ગ્રેડના વિદ્યાર્થીઓમાં ઘટાડો થયો છે. સુરત જિલ્લાનું પરિણામ 80.66 ટકા નોંધાયું છે. જે વર્ષ કરતા પરિણામમાં 1 ટકા પરિણામ ધટ્યું છે.

સમગ્ર રાજ્યમાં 80.66 ટકા સાથે સુરત જિલ્લો નવમાં સ્થાન પર રહ્યો

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020ની ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રાજ્યનું કુલ 76.29 ટકા પરિણામ જાહેર થયું છે. સમગ્ર રાજ્યમાં 80.66 ટકા સાથે સુરત જિલ્લો નવમાં સ્થાન પર રહ્યો છે. રાજ્યમાં સૌથી વધુ A-1 ગ્રેડના વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના રહ્યા છે. રાજ્યના કુલ 522 A-1ગ્રેડના વિદ્યાર્થીઓ પૈકી 189 વિદ્યાર્થીઓ સુરત જિલ્લાના રહ્યા છે. જ્યારે સુરત જિલ્લામાં A-2 ગ્રેડમાં રાજ્યમાં સૌથી વધુ 2614, B-1 ગ્રેડમાં 5941, B-2 ગ્રેડમાં 8994, C-1 ગ્રેડમાં 10043, C-2 ગ્રેડમાં 6006, D ગ્રેડમાં 462, E1 ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓ સાથે રાજ્યમાં નવમાં ક્રમે રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here