Saturday, September 18, 2021
Homeસુરત : વેક્સિનેશનનો સંદેશ આપતી ગણપતિજીની મૂર્તિ, ઓનલાઈન એજ્યુકેશન લઈ રહેલા ગણપતિજીની...
Array

સુરત : વેક્સિનેશનનો સંદેશ આપતી ગણપતિજીની મૂર્તિ, ઓનલાઈન એજ્યુકેશન લઈ રહેલા ગણપતિજીની મૂર્તિઓ બનાવાઈ

સુરતમાં ગણપતિજીની મૂર્તિઓની બનાવવાની શરૂઆત થઇ ચૂકી છે. આ વર્ષે ગણપતિ મહોત્સવમાં કોરોના અને વેકસીનેશનનો સંદેશ આપતા ગણપતિજીની મૂર્તિઓ તો દેખાશે જ પરંતુ સાથે સાથે ઓનલાઈન એજ્યુકેશન લેતા ગણપતિજી પણ આ વર્ષે ગણપતિ મહોત્સવમાં દેખાશે.

ગણપતિ મહોત્સવને બે મહિનાની વાર છે ત્યારે ગણપતિજીની મૂર્તિઓ બનાવવાની તૈયારીઓ કલાકારો દ્વારા શરુ કરી દેવામાં આવી છે. ગણપતિજીની મૂર્તિઓ બનાવવા માટે ખાસ કરીને બંગાળથી કારીગરો આવતા હોય છે. જોકે આ વખતે કારીગરો દ્વારા અલગ અલગ થીમ પર ગણપતિજીની મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે.

જેમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા કોરોનાના કારણે જે પરિસ્થિતિ સર્જાય છે અને ત્યારબાદ વેક્સિનેશનને લઈને જે અવેરનેસ આવી છે. તે થીમ મૂર્તિઓ જોવા મળી છે. તો બીજી તરફ દોઢ વર્ષથી ચાલી રહેલા ઓનલાઈન એજ્યુકેશનને પણ ગણપતિજીની મૂર્તિઓમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આ વર્ષે તમે ઓનલાઈન એજ્યુકેશન લેતા ગણપતિજીને જોવો તો કોઈ નવાઈ નથી. છેલ્લા દોઢ વર્ષથી બાળકો કોરોનાના કારણે શાળાઓ બંધ હોવાથી ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે. આજ ઓનલાઇન અભ્યાસની થીમને કલાકારોએ ગણપતિજીના મહોત્સવમાં આવરી લીધી છે. કલાકારો દ્વારા મોબાઈલ ઉપર ઓનલાઇન અભ્યાસ કરતા ગણપતિજીની મૂર્તિઓ બનાવવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments