Monday, October 25, 2021
Homeસુરત : GSTની સમીક્ષાની માગ સાથે હડતાળ, ટેક્સટાઈલ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા...
Array

સુરત : GSTની સમીક્ષાની માગ સાથે હડતાળ, ટેક્સટાઈલ ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સમર્થન

જીએસટીના વિરોધમાં કોન્ફરેડેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ) દ્વારા એક દિવસીય વેપાર બંધનું એલાન કરાયું છે. જીએસટીઆર 1 અને 3 બી કે જીએસટીઆર 1 અને 2માં કોઈ વિગતો એકમેકને મળતી નહીં હોય તો જીએસટી નંબર રદ થવો, સર્વિસ સેક્ટરને 18 ટકા જીએસટી પરંતુ તેને સીમલેશ ફ્લોના નિયમ પ્રમાણે ક્રેડિટ રિફંડ નહીં આપવી, 2 માસ 3 બી રિટર્ન નહીં ભર્યો હોય તો ઈ-વે બિલ નહીં બનવા જેવા 16 મુદ્દા અંગે કૈટ દ્વારા રજૂઆત કરાઈ હતી. હડતાળને ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. સુરત ટેકસટાઇલ ગુડ ટ્રાન્સપોર્ટ એસો. પ્રમુખે કહ્યું કે, લગભગ 3500થી વધુ વાહનોના પૈડા થંભી ગયા છે.

કાળી પટ્ટી બાંધીને વિરોધ

યોગ્ય નિરાકરણ ન આવતા થોડા દિવસ અગાઉ નાગપુરમાં 400થી વધુ વેપારી સંગઠનોની મીટિંગમાં 26મીએ એક દિવસીય બંધ પાળવાનો નિર્ણય કરાયો હતો. જેને સુરત ટેક્સટાઈલ ટ્રાન્સપોર્ટ, લેબર યુનિયન સહિતના ફેડરેશ ઓફ આર્ટ સિલ્ક વિવિંગ ઈન્ડસ્ટ્રી(ફિયાસ્વી), પાંડેસરા વીવર્સ કો.ઓપરેટીવ સોસાયટી એમ્બ્રોઈડરી, ચાર્ટડ એકાઉન્ટન્ટ અને ટેક્સબાર એસો.એ સમર્થન આપ્યું છે. ટેક્સ પ્રેક્ટિશનર્સ ઓફિસ બંધ રાખશે, જ્યારે વીવર્સ લંચબ્રેકમાં કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવી પ્રોડક્શન ચાલું રાખશે.

વેપારીઓામં સંમતિ નથી

રિટેઈલર્સ, ટેક્સ પ્રેક્ટિશનર્સ, વીર્સસ, ટેક્સબાર એસો., ચાર્ટડ એકાઉન્ટન્ટ એસો.એ પણ બંધમાં સમર્થન આપ્યું છે. ટેક્સટાઈલ માર્કેટમાંથી ગુડ્સની ડિલેવરી કરતાં ટ્રાન્સપોર્ટ પણ બંધમાં જોડાશે. ફોસ્ટના પ્રમુખ મનોજ અગ્રવાલ કહે છે કે, વેપારીઓમાં સંમતિ નથી, અગાઉ પણ જીએસટીના વિરોધમાં દોઢ માસ વેપાર બંધ રખાયો હતો. પરંતુ કોઈ ઉકેલ મળ્યો નથી. જેને લઈને ટ્રેડર્સ કામકાજ ચાલું રાખશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments