Thursday, April 18, 2024
Homeસુરત : વિદ્યાર્થીઓની વહીવટી વિભાગને તાળાબંધી, વિદ્યાર્થીઓને ટેબલેટ ન મળતા વિરોધ
Array

સુરત : વિદ્યાર્થીઓની વહીવટી વિભાગને તાળાબંધી, વિદ્યાર્થીઓને ટેબલેટ ન મળતા વિરોધ

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ વિદ્યાર્થીઓ કે જે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવે છે એ તમામ વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. વર્ષ 2019-20માં જે વિદ્યાર્થીઓને રૂપિયા ભર્યા હોવા છતાં હજી સુધી ટેબલેટ પ્રાપ્ત થયા નથી. આ અંગે 15 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું પરંતુ હજી સુધી યુનિવર્સિટી દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વહીવટી વિભાગને તાળાંબંધી કરવામાં આવી હતી. આ સાથે કુલપતિને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. દરમિયાન વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

ટેબલેટ માટે હજાર રૂપિયાની ડિપોઝિટ ભરી હતી
છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ વિદ્યાર્થીઓ કે જે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવે છે એ તમામ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેના માટે રાજ્ય સરકારની નમો ટેબલેટ યોજનાનું વિમોચન કરવામાં આવ્યું હતું અને જે અંતર્ગત વિદ્યાર્થીઓને ટેબ્લેટ પ્રાપ્ત થવા જોઈએ અને થયા પણ છે તેનાથી અમે વાકેફ છીએ. પરંતુ વર્ષ 2019-20માં જે વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં હતા અને જેમણે ટેબલેટ માટે હજાર રૂપિયાની ડિપોઝિટ ભરી હતી તેવા અનેક વિદ્યાર્થીઓને હજી સુધી આજે 1.5 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં હજી સુધી ટેબલેટ પ્રાપ્ત થયા નથી. બધા જ વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા એક હજાર રૂપિયાની સ્લીપ પણ આપવામાં આવી છે. જે આ તમામ વિદ્યાર્થીઓ પાસે હાજર છે ઘણા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, આ અંગે કોલેજ પ્રશાસનને પૂછવામાં આવતા તેમનું કહેવું છે કે અમને ઉપરથી હજી સુધી ટેબલેટ પ્રાપ્ત થયા નથી.

યુનિવર્સિટીના વહીવટી વિભાગને તાળાંબંધી કરવામાં આવી.
યુનિવર્સિટીના વહીવટી વિભાગને તાળાંબંધી કરવામાં આવી.

દોઢ વર્ષે પણ ટેબલેટ ન મળતા વિદ્યાર્થીઓનો વિરોધ
કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે, જો ટેબલેટ પ્રાપ્ત નથી થયા અને વિદ્યાર્થીઓને ટેબલેટ મળવાપાત્ર નથી તો છેલ્લા દોઢ વર્ષ જેટલો સમય વીતી જવા છતાં હજી સુધી વિદ્યાર્થીઓને તેમના રૂપિયા પરત કરવામાં આવ્યા નથી કરોડો વિદ્યાર્થીઓનો રૂપિયા સરકાર પાસે છે તેમનું વ્યાજ પણ સરકાર પાસે છે તો એ તમામ વળતર વિધાર્થીઓને વ્યાજ સહિત પરત કરવામાં આવે અથવા તો તેમને નમો ટેબલેટ યોજના અનુસાર પ્રાપ્ત થનારા ટેબલેટ આપવામાં આવે અને આ અંગે વહેલામાં વહેલી તકે યુનિવર્સિટી દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવામાં આવે.

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી.
વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular