સુરત : ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં બીજા દિવસે ખામી સર્જાતા વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ

0
3

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે. 18 જૂનના દિવસે BBA,BSC,BCOM,BCAના એટીકેટીના વિદ્યાર્થીઓની ઓનલાઈન એક્ઝામ લેવામાં આવનાર છે. જેને લઇને યુનિવર્સિટી દ્વારા મોક ટેસ્ટનું આયોજન કર્યું છે. ગઈ કાલે અને આજે વિદ્યાર્થીઓએ મોક ટેસ્ટ આપવા માટે બેઠા હતાં. પરંતુ ટેક્નિકલ ખામી હોવાના કારણે બોક્સ ટેસ્ટ આપી શક્યા નથી. 18જૂને લેવાનારી ઓનલાઈન પરીક્ષા યોગ્ય રીતે યુનિવર્સિટી દ્વારા લેવાશે કે કેમ તે મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે.જેથી વિદ્યાર્થીઓએ કુલપતિને વિરોધ સાથે રજૂઆત કરી હતી.

વિરોધને જોતા ગેટ બંધ કરાયા

છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત કરવા આવેલા વિદ્યાર્થીઓને જોઈને યુનિવર્સિટીનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ સમગ્ર રીતે રજૂઆત થતાં આખરે કુલપતિએ તેમને સાંભળ્યાં હતાં. મોક ટેસ્ટ દરમિયાન લોગ ઈન વિદ્યાર્થીઓ કરી શકવામાં નિષ્ફળ થઇ રહ્યા છે. તેમજ જે લોગીન થઇ ગયા હતા તે આપમેળે જ લેફ્ટ થઈ જતા પરીક્ષા આપી શક્યા નથી.

મોક ટેસ્ટ જ ફેઈલ થતા વિદ્યાર્થીઓએ સવાલો ઉઠાવ્યાં હતાં.

વિદ્યાર્થીઓની મૂંજવણ વધી
વિવેક પાટડીયા એ જણાવ્યું કે , યુનિવર્સિટી દ્વારા 16 જૂનના રોજ પરીક્ષા હોવા છતાં બાયોટેકનોલોજી ના વિદ્યાર્થીઓને આઇડી પાસવર્ડ હોલ ટિકિટ આપવામાં આવી નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ શરૂ પરીક્ષાએ સર્વરની ખામીના કારણે અચાનક પરીક્ષામાંથી લેફ્ટ થઈ જવું પડ્યું હતું. જેનાથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંજવણમાં મુકાયા હતા. વિદ્યાર્થીઓ ઓનલાઇન એકઝામ સરળતાથી આપી શકે તે માટે તાત્કાલિક અસરથી યુનિવર્સિટી વ્યવસ્થા કરવી જરૂરી છે

ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં વિદ્યાર્થીઓને હેરાનગતિ થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here