Wednesday, October 20, 2021
Homeગુજરાતસુરત : પોલીસે કરેલી દાદાગીરી મામલે ABVP દ્વારા ન્યાય માટે કલેક્ટરને રજૂઆત

સુરત : પોલીસે કરેલી દાદાગીરી મામલે ABVP દ્વારા ન્યાય માટે કલેક્ટરને રજૂઆત

 

સોમવારે રાત્રે સુરતમાં VNSGUમાં યોજાઈ રહેલા ગરબાના સંસ્કૃતીક પર્વના કાર્યક્રમમાં ઉમરા પોલીસે દાદાગીરી કરવા મામલે આજે મહેસાણામાં ABVP દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

દક્ષિણ ગુજરાતના સુરત સ્થિત વિર નર્મદ યુનિવર્સિટી ખાતે કોલેજ સત્તાવાળાઓની સંપૂર્ણ સહમતીથી યોજાયેલા વિદ્યાર્થીઓ માટેના રાસ-ગરબાના પ્રોગ્રામમાં ઉમરા પોલીસની ટીમે આવી વિદ્યાર્થીઓ પર ભારે અત્યાચાર આચરી નિર્દોષ છાત્રોને બેરહેમીથી ફટકારી ખૌફનું વાતાવરણ સરજ્યુ હતું. આ અત્યાચારના રાજ્ય ભરમાં ઘેરા પડઘા પડ્યાં છે અને જવાબદાર પોલીસ અધિકારી-કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવાની માંગ સાથે આવેદનપત્રો આપવામાં આવી રહ્યાં છે. ત્યારે મહેસાણામાં એબીવીપી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આકરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments