Tuesday, September 28, 2021
Homeસુરત : દોઢ માસમાં મરણક્રિયાના સામાનના વેચાણમાં ઓચિંતો વધારો
Array

સુરત : દોઢ માસમાં મરણક્રિયાના સામાનના વેચાણમાં ઓચિંતો વધારો

કોરોના વધ્યા બાદ મોતનો આંક વધતાં મરણ ક્રિયાના સામાનના વેચાણમાં 4 ગણો વધારો જોવા મળ્યો છે. મરણ ક્રિયાના સામાન વેચનારા વેપારીઓ જણાવી રહ્યા છે કે પહેલા અમે દિવસમાં ત્રણથી પાંચ મરણ ક્રિયાનો સામાન વેચતા હતા. પરંતુ માર્ચથી ઓચિંતો વેચાણમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે એટલે કે છેલ્લા દોઢ મહિનાથી અમે દરરોજ 10થી 20 મરણ ક્રિયાના સામાનની કીટ વેચતા થયા છીએ. પહેલા અમે કાસ્ટ મુજબ મરણ ક્રિયાની કિટ તૈયાર કરતા હતા. જોકે, હવે કોરોના વાઇરસથી મોત થતા અમારે કોવિડ-19ની મરણ ક્રિયાની કિટ બનાવવાની ફરજ પડી છે. જેમાં અમે લોટી, માટલી, કોડીયુ, અગરબત્તી, ઘીનું પાઉચ, સુખડનો હાર અને કાપડ આપીયે છે. જે પછી સ્મશાન ગુહનો કર્મચારી મૃતકના પરિવારના એક સભ્યને કોરોનાની ગાઇડલાઇન મુજબ અંતિમવિધિ કરાવતો હોય છે.

‘5 કીટને બદલે 20 કીટ વેચીએ છીએ’
રાંદેર રોડની શ્રીજી સ્ટોર્સના પંકજ બોઘાવાલાએ જણાવે છે કે, 60 વર્ષની જીંદગીમાં મંદિરમાં પ્રસાદી, કેરોસીન, રાશન અને ટિકિટ સહિતની લાઇનો જોઈ હતી. પણ અહીં પણ લાઈન જોવા મળે છે. અમે રોજના બેથી ત્રણ મરણ ક્રિયાની કીટ વેચતા હતા. પણ હવે આઠથી નવ જેટલી વેચીએ છીએ. એ.કે. સ્મશાન ગુહ પાસેની તુલસી સ્ટોર્સના જયેશ કાછડીયા કહે છે, સામાન્ય દિવસમાં ચારથી પાંચ મરણ ક્રિયાની કીટ વેચતા હતા. પણ હવે પંદરથી વીસ જેટલી વેચીએ છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments