Tuesday, October 3, 2023
Homeસુરત : તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમોના હત્યારાઓને સજાની માંગ સાથે મૃતકોના પરિવારજનોના...
Array

સુરત : તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમોના હત્યારાઓને સજાની માંગ સાથે મૃતકોના પરિવારજનોના પ્રતિક ઉપવાસ

- Advertisement -

સુરતઃ સરથાણામાં સર્જાયેલા તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમોએ જીવ ગુમાવ્યો હતો. મૃતકોના પરિવારજનો ન્યાય માટે લડત ચલાવી રહ્યા છે. દરમિયાન આજે પોલીસ મંજૂરી સાથે એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. અને હત્યારાઓને સજાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

મોટા અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ

સરથાણા તક્ષશિલાની સામે આજે 22 મૃતકોના પરિવારજનો એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે. અને 22 માસૂમોના હત્યારાઓને સજાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ નાના અધિકારીઓને પકડી મોટા અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. અને બે દિવસ પહેલાં ડીજીવીસએલની બેદરકારીથી એક યુવતીને કરંટ લાગતા મોત નીપજ્યું હતું તેને લઈને પણ પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

પ્રતિક ઉપવાસના મુદ્દા

  • હત્યાકાંડનો 1 મહિનો પુરો થયો હવે તો તપાસ, નૌટંકી તરત જ બંધ કરો
  • નાના માછલા પકડ્યા બન્યા શુરવીર તમે, મગરમચ્છો પકડી બતાવો તમે
  • નગરસેવકો ક્યાં સુધી રાજરમત રમશે! વોટ લેવા આવ્યા હતા ક્યાં ક્યાં નમશો! તક્ષશિલામાં 22 બાળકોની હત્યા પછી કાજલ ચાવડા જીવતે હણાઈ હરાનું ના જમશો!
  • ડીજીવીસીએલ, એસએમસી શહેરી વિકાસ વડા, ફાયરના ઉચ્ચા અધિકારીઓ અને બેજવાબદાર તમામ અધિકારીઓની ધરપકડ અને સજા કરો
  • શરમ કરો ઉચ્ચ હોદ્દા પર બેઠેલા નગર સેવકો શરમ બચી હોય તો નીતિમતાથી રાજીનામુ આપો
  • કહેતા ફરો છે કોઈને છોડીશું નહીં જુઠના પોટલાઓ પહેલાં હત્યારાઓને પકડી તો બતવો
  • તક્ષશિલા હત્યાકાંડ સંબંધી આવેદન આપનાર તમામ વ્યક્તિને સંસ્થાઓને તાકીદે મળી ન્યાયી જવાબ આપે
  • ભવિષ્યમાં આવી બીજી ઘટના ન બને તે માટે સરકાર, અધિકારીઓ દ્વારા સોગંદનામુ જાહેર કરવું
  • તમામ ન્યાયી માંગણી સ્વિકારીને જવાબદાર અધિકારીનું લેખિત સોગંદનામુ જાહેર કરવું
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular