Friday, September 17, 2021
Homeસુરત : વરાછા વિસ્તારમાં પીવાના પાણીની તપાસ કરવા તંત્રએ ટિમો મોકલી
Array

સુરત : વરાછા વિસ્તારમાં પીવાના પાણીની તપાસ કરવા તંત્રએ ટિમો મોકલી

 

સુરતના વરાછા વિસ્તારની વિવિધ સોસાયટીની અંદર છેલ્લા ઘણા પાણીથી પીવાના પાણીમાં દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ ઉઠી હતી. પાણીનો સ્વાદ બદલાતા સ્થાનિક લોકોએ તે અંગેનો રોષ વ્યક્ત કર્યો હતો. રામબાગ-લાલ દરવાજા વિસ્તારમાં ગંદુ પાણી આવતું હોવાનું જાણવા મળતા આરોગ્ય વિભાગની ટીમ સોસાયટીઓમાં તપાસ કરવા પહોંચી હતી.દૂષિત પાણી આવતું હોવાને કારણે લોકો ભયના ઓથાર નીચે આવી ગયા છે. મનપાની આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે, અને સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગ દ્વારા ટીમો ઉતારીને કામગીરી કરી હતી.
આરોગ્ય વિભાગ દ્વારા ટીમો ઉતારીને કામગીરી કરી હતી.

દૂષિત પાણીની સમસ્યા

સુરતમાં પાણી જન્ય રોગનો ભોગ લોકો બની રહ્યા છે. સુરતના વરાછા હીરાબાગ પાસે આવેલી સોસાયટીઓમાં દૂષિત પાણી આવતા હોવાને કારણે લોકો પાણીજન્ય રોગોના ભોગ બની શકે છે. તો કેટલીક સોસાયટીઓમાં લોકો પાણીજન્ય રોગના શિકાર બની રહ્યા હોવાનું સામે આવી રહ્યું હતું. ચોમાસા દરમિયાન આ પ્રકારની ફરિયાદો શહેરભરમાં સામાન્ય થઈ જતી હોય છે. મહદંશે વરાછા, ઉધના,પાંડેસરા,પુણા વગેરે વિસ્તારોમાં ચોમાસા દરમિયાન આ પ્રકારની સમસ્યાઓ વધુ વકરતી હોય છે.

દૂષિત પાણીની સમસ્યા દૂર કરવાની ખાતરી પણ અપાઈ હતી.
દૂષિત પાણીની સમસ્યા દૂર કરવાની ખાતરી પણ અપાઈ હતી.

પાણીના સેમ્પલો લેવાયા

દૂષિત પાણી અંગે મનપાને જાણ થતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ હતી. મનપાની એક ટીમે લાલ દરવાજા વિસ્તારોમાં રહેતા લોકો સાથે મુલાકાત કરી હતી. ત્યાંથી પાણીના સેમ્પલો લીધા હતાં. આ ઉપરાંત પાણીની લાઈનમાં કોઈ ભંગાણ છે કે, કેમ? તે શોધવાની કવાયત પણ હાથ ધરવામાં આવી હતી. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસો વધી જતા હોય છે. દૂષિત પાણી પીવામાં આવતા ભૂતકાળમાં પણ અનેક વખત લોકો પાણીજન્ય રોગોના ભોગ બન્યા હતા.

પાલિકા દ્વારા પાણીજન્ય રોગચાળાને અટકાવવા પ્રયાસો હાથ ધરાયા છે.
પાલિકા દ્વારા પાણીજન્ય રોગચાળાને અટકાવવા પ્રયાસો હાથ ધરાયા છે.

તકેદારીના ભાગરૂપે તપાસ-પાલિકા

મનપાના ડેપ્યુટી આરોગ્ય કમિશનર આશિષ નાયકે જણાવ્યું કે, દૂષિત પાણી અંગેની જેટલી પણ સોસાયટીઓમાં ફરિયાદ મળી રહી છે. તે તમામ ફરિયાદોને તપાસવા માટે આરોગ્ય વિભાગની ટીમો ત્યાં પહોંચી રહી છે. પાણીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. લોકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી હશે, તો તેને તાત્કાલિક અસરથી દૂર કરાશે. કોર્પોરેશન હંમેશા ચોમાસા દરમિયાન લોકો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના ભોગ ન બને તેના માટેની તમામ તકેદારીના પગલાં લેતી રહે છે. અત્યારે પણ અમે સક્રિય રીતે કામ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments