Saturday, September 18, 2021
Homeસુરત : બાકી નીકળતા અઢી લાખ આપવાના બહાને બોલાવી ટપોરીએ રત્નકલાકારને બોટલ...
Array

સુરત : બાકી નીકળતા અઢી લાખ આપવાના બહાને બોલાવી ટપોરીએ રત્નકલાકારને બોટલ મારી હત્યા કરી

સુરત શહેરના કતારગામ સંતોષી નગર નજીક નશામાં ચૂર ટપોરીએ રત્નકલાકારને ફટકારી માથામાં કાચની બોટલ મારી હત્યા કરી ભાગી ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ બાકી નીકળતા અઢી લાખ આપવાના બહાને બોલાવી આરોપી પ્રશાંતે સંજયને પતાવી દીધો હોવાનું જાણવા મળ્યું છે. કતારગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

માથામાં કાચની બોટલ મારી હત્યા કરી

દિપક વાણિયા (મૃતક ના ભાઈ) એ જણાવ્યું હતું કે, સંજય રત્નકલાકાર તરીકે કામ કરી ઘરમાં આર્થિક રીતે મદદ રૂપ થતો હતો. મૂળ ભાવનગર મોઢેશ્વરી ના રહેવાસી છીએ, વર્ષોથી સુરતમાં રહી ને રોજગારી મેળવી રહ્યા છે. ત્રણ પરિણીત બહેનો બે ભાઈ અને માતા-પિતા એમ 7 જણાનું પરિવાર છે. પ્રશાંતે બુધવારની સાંજે સંજયને આયોજન પૂર્વક બોલાવ્યો હતો. દારૂના નશામાં ચૂર પ્રશાંતે બાકી નીકળતા રૂપિયા નહીં આપવા પડે એ માટે ભાઈ સંજય પર હુમલો કરી માથામાં કાચની બોટલ મારી હત્યા કરી છે.

પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.
પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.

રૂપિયાની ઉઘરાણીની બોલાચાલીની અદાવતમાં હત્યા

વધુમાં જણાવ્યું હતું કે, સંજયએ લગભગ અઢી વર્ષ પહેલાં પ્રશાંતને અઢી લાખ રૂપિયા આપ્યા હતા. એ બાબતે સંજય વારંવાર ઉઘરાણી કરતો હતો. આ બાબતે બોલાચાલી પણ થઈ ગઈ હતી. જેની અદાવત રાખી પ્રશાંતે સંજયને મારી નાખ્યો છે.

બાકી નીકળતા રૂપિયા આપવા ન પડે તે માટે હત્યા કરી નાખી.
બાકી નીકળતા રૂપિયા આપવા ન પડે તે માટે હત્યા કરી નાખી.

ગળા અને હાથ પરથી ઇજાના નિશાન પણ મળી આવ્યા

લગભગ ગત રોજ સાંજે 6:30 વાગ્યાની આજુબાજુ સંજયની હત્યા થયા બાદ 7:20 સાંજે પરિવારને ખબર પડી હતી. ઘટના સ્થળે પોલીસ પણ આવી ગઈ હતી. તમામ પ્રકાર ની કાર્યવાહી અને નિવેદન લીધા બાદ જાણવા મળ્યુ હતું કે સંજયના ગળા અને હાથ પરથી ઇજાના નિશાન પણ મળી આવ્યા છે. હાલ કતારગામ પોલીસ આગળ ની તપાસ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments