Wednesday, October 20, 2021
Homeગુજરાતસુરત : એક જ દિવસમાં ત્રણ લાખ લોકોને કોરોના વિરોધી રસી આપવાનો...

સુરત : એક જ દિવસમાં ત્રણ લાખ લોકોને કોરોના વિરોધી રસી આપવાનો ટાર્ગેટ

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવતીકાલ શુક્રવારે એક જ દિવસમાં ત્રણ લાખ લોકોને કોરોના વિરોધી રસી આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી વેક્સિનેશન કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકાએ આવતીકાલે શહેરના 415 વેક્સીનેશન સેન્ટર ત્રણ લાખ લોકોને વેક્સિન મુકવા માટે આયોજન કર્યું છે. 89 સેન્ટર ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવનારને વેક્સિન પાસે. જ્યારે 324 સેન્ટર પહેલો કે બીજો ડોઝ મુકવામાં આવશે. સુરત મહાનગરપાલિકાએ સરકાર પાસે પાંચ લાખ ડોઝ માગણી કરી છે. સુરત મહાનગરપાલિકાએ વહેલી સવારે સાડા પાંચ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી વેક્સિનેશન કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments