સુરત : જહાંગીરપુરામાં ચડ્ડી બનિયાનધારી ધાડપાડું ગેંગનો આંતક, ગેંગ CCTVમાં કેદ

0
6

સુરત શહેરની જહાંગીપુરા વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ધાડપાડું ગેંગનો આંતક વધતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સાત જેટલા ધાડપાડુંઓએ ધાડ પાડવાના ઇરાદે નંદનવન સોસાયટીમાં ઘૂસીને કેટલાક મકાનોના દરવાજાને બહારથી બંધ કરી પરિવારને તેના જ મકાનમાં બંધ કરી ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ GEBના એક કર્મચારીને જાહેરમાં માર મારી હુમલાખોર ધાડપાડુંઓ ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે. આ ધાડપાડું ગેંગ સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે.

ચેકિંગ માટે ગયેલા GEBના કર્મી પર હુમલો
અમિત કુમાર (જાગૃત નાગરિક) એ જણાવ્યું હતું કે 7-8 જેટલા ચડ્ડી બનિયાનધારી ગેંગના સભ્યો સોસાયટીમાં ઘૂસી ગયા હતા. લગભગ 6 મકાનોને બહારથી બંધ કરી પરિવારને અંદર બંધ કરી દીધા હતા. ત્યારબાદ એક મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો, ત્યારબાદ બીજા મકાનમાં ગ્રીલ ખોલી અંદર ઘૂસી ગયા હતા, જોકે એ દરમિયાન સોસાયટીમાં રહેતા GEBના એક કર્મચારીએ ચેકિંગ અર્થે જવાનું હોવાથી બહાર નીકળતા કેટલાક શકમંદ દેખાતા પૂછ્યું તો એમની ઉપર હુમલો કરાયો હતો. અગાઉ થોડા દિવસો પહેલાં પણ આ જ સોસાયટીના આગળની હરોળમાં ચોરીનો બનાવ બન્યો હતો. લગભગ પોલીસ ફરિયાદ પણ કરાઈ હતી. અમે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા તો અમને અરજી લખીને આપી દો એવું કહેવામાં આવ્યું હતું.

ધાડ દરમિયાન GEBનો કર્મી આવી જતા પથ્થરો માર્યા હતા.
ધાડ દરમિયાન GEBનો કર્મી આવી જતા પથ્થરો માર્યા હતા.

અઠવાડિયામાં બીજી વાર ધાડપાડું ગેંગનો પ્રયાસ
લગભગ એક જ અઠવાડિયામાં બીજી વાર ધાડપાડું ગેંગના બદમાશો સીસીટીવી માં કેદ થઈ ગયા બાદ પણ પોલીસે અરજી આપવા જણાવતા સોસાયટીવાસીઓ પોલીસ સામે પણ નારાજ હોવાનું જાણવા મળ્યું છે.

ચડ્ડી બનિયાન પહેરી આવતી ગેંગના આતંક સામે રહિશોમાં રોષ.
ચડ્ડી બનિયાન પહેરી આવતી ગેંગના આતંક સામે રહિશોમાં રોષ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here