Thursday, August 11, 2022
Homeસુરત : દરિયામાંથી સાત માસની એક અજાણી બાળકીનો મૃતદેહ મળી આવ્યો
Array

સુરત : દરિયામાંથી સાત માસની એક અજાણી બાળકીનો મૃતદેહ મળી આવ્યો

- Advertisement -

ડુમસગામમાં દરિયા કિનારેથી બે દિવસ પહેલા બપોરના સમયે એક અજાણી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે તેના મોત અંગે શંકા કુશકા સેવાતા પોલીસ દ્વારા ફોરેંસિક પોસ્ટમાર્ટમ કરાવવામાં આવ્યું હતું.

નવી સિવિલ અને ડુમસ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 28 મીએ બપોરના સમયે ડુમસગામ સ્થિત હનુમાન સ્ટ્રીટ પાછળ દરિયાના પાણીમાંથી સાતથી આઠ માસની એક અજાણી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે જાણ કરવામાં આવતા ડુમસ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બાળકીનો મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે નવી સિવિલ હોસિટલમાં ખસેડાયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે બાળકીના મોત અંગે શંકા કુશંકાઓ સેવાઈ હતી. જેથી તેનું ફોરેંસિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે બાળકી એ લાલ તથા સફેદ પટ્ટી વાળી ટીશર્ટ પહેરેલું, ડાબા હાથમાં કાળા કલરની કડલી, બંને હાથ પર કાળા રંગનો કટકો બાંધેલો હતો જ્યારે તેના માથા ઉપર ચાંદલો કરેલો હતો અને શરીર ઉપર ફૂલ પણ હતું. જોકે બાળકીનો મૃતદેહ ક્યાંથી પાણીમાં તણાઈ આવ્યો હતો. આ અંગે ડુમસ પોલીસે તપાસ આદરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular