Thursday, October 28, 2021
Homeસુરત : ચોપડે માત્ર 5 મોત નોંધ્યા, સ્મશાને મૃતદેહ મોકલ્યા 50
Array

સુરત : ચોપડે માત્ર 5 મોત નોંધ્યા, સ્મશાને મૃતદેહ મોકલ્યા 50

રાજ્યમાં છેલ્લા 10 દિવસથી સૌથી વધુ કેસ સુરત શહેર-જિલ્લામાં નોંધાઇ રહ્યા છે. ગુરુવારે શહેરમાં 324 અને જિલ્લામાં 71 મળી કુલ 395 કેસ નોંધાયા છે. વધુ એક દર્દીનું મૃત્યુ થયું હતું. એક મહિનામાં સરકારી ચોપડે કોરોનાથી માત્ર 5 વ્યક્તિના જ મોત બતાવાયા છે. જ્યારે એકમાત્ર સિવિલ હોસ્પિટલમાંથી જ 50 દર્દીઓના અગ્નિસંસ્કાર કોવિડ પ્રોટોકોલથી કરાયા છે. સિવિલમાંથી મૃતદેહના અગ્નિસંસ્કાર કરનાર એકતા ટ્રસ્ટે કહ્યું કે 18 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધીમાં 50 મૃતદેહોનું અશ્વિનીકુમાર સ્મશાનમાં કોવિડ પ્રોટોકોલથી નિકાલ કરાયો છે.

પાલિકાના ઉચ્ચ અધિકારી કોરોના સંક્રમિત
કોરોના સંક્રમણથી પાલિકાના કર્મીઓની સાથે અધિકારીઓ પણ સુરક્ષિત રહ્યાં નથી. તાજેતરમાં જ પાલિકાના શહેરી વિકાસ વિભાગના ચાર ઇજનેરોને કોરોના થયાં બાદ પાલિકાના ઉચ્ચ અધિકારી પણ સંક્રમિત થતાં સ્ટાફમાં તકેદારી લેવામાં આવી હતી. કોરોના સામેની લડાઇમાં પાલિકાએ લોકોની વચ્ચે રહી તકેદારીના પગલાં લીધાં છે. કલસ્ટર ઝોન હોય કે કોવિડ સેન્ટર પાલિકા કર્મીઓએ શહેરીજનોના આરોગ્ય માટે લીધેલા અગમચેતીના પગલાં સમયે તેઓ પણ ઇન્ફેક્ટેડ થયાં હોવાની સાથે ઉચ્ચ અધિકારી પણ કોરોનામાં સપડાતા પગલાં લેવામાં આવ્યાં હતાં.

સિવિલમાં ત્રણ દિવસમાં ગંભીર દર્દી ડબલ થયા, 54 પૈકી 18 ઓક્સિજન પર
સુરત : સિવિલ-સ્મીમેરમાં માત્ર 3 દિવસમાં જ ગંભીર દર્દીઓની સંખ્યા બમણી થઇ ગઇ છે. કુલ 54 પૈકી 18 ઓક્સિજન પર છે. જેથી તકેદારીના ભાગ રૂપે એકસાથે 100 દર્દીઓ આવી જાય તો તે માટે સિવિલ દ્વારા આગોતરુ આયોજન કરી દેવાયું છે. આ માટે કોવિડ હોસ્પિટલમાં વધુ એક માળ શરૂ કરી દેવાયો છે. સિવિલમાં કાર્યરત કોવિડ-19 હોસ્પિટલમાં 54 દર્દી દાખલ છે, જ્યારે સ્મીમેરમાં 24 દર્દી દાખલ છે. 3 દિવસ પૂર્વે સિવિલમાં 27 દર્દીઓ હતા, જ્યારે સ્મીમેરમાં માત્ર 11 દર્દીઓ જ દાખલ હતા. સિવિલના સુપ્રિટેન્ડેન્ટ ડો. શૈલેષ પટેલના જણાવ્યા પ્રમાણે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે વધુ એક માળ શરૂ કરવામાં આવ્યો છે.

ઝોનવાઇઝ કેસ
સેન્ટ્રલ 25
વરાછા-એ 20
વરાછા-બી 24
રાંદેર 74
કતારગાામ 28
લિંબાયત 37
ઉધના 31
અઠવા 85
કુલ 324

સોસાયટી-ફ્લેટમાં 3 કેસ આવશે તો તેને કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકી દેવાશે
સુરત: પાલિકા-પોલીસ કમિશનરે કોરોનાની પરિસ્થિતિ જોતાં રાત્રિ કર્ફયુ સમય 9થી સવારે 6 કર્યો છે. સાથે ગત જુલાઈમાં શરૂ કરાયેલી એક્ટિવીટી ફરી શરૂ કરી રહ્યાં છે તેથી 15-20 દિવસમાં સંક્રમણ નીચે લઈ આવીશું તેમ પૂર્વ કમિશનર એમ.થૈન્નારસને જણાવ્યું હતું. હવે સોસાયટી-ફ્લેટમાં 3 કેસ આવશે તો તેને કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકી દેવાશે. પાલિકાના આરોગ્ય વિભાગની વોર્ડ ઓફિસની ટીમ વોર્ડ વિસ્તારમાં જ્યાં ખાણી-પીણીના બજારો ભરાતાં હોય ત્યાં તકેદારી રાખવા લોકોને બેનર તથા પ્લે કાર્ડ દર્શાવી અપીલ કરશે.

બુધવારે રેકોર્ડ બ્રેક 353 નવાં પોઝિટિવ કેસ મળ્યાં બાદ પાલિકાએ જીમ, ગેમઝોન, સ્પોર્ટસ એક્ટીવિટી, હોટલના બેન્કવેટ હોલ તથા બસ સેવા બંધ રાખવા નિર્ણય લીધો હતો. નવાં કેસો ઉપર અંકુશ મેળવવા પાલિકાએ નક્કી કરેલાં માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક સરવે સહિતની કામગીરી કરાઇ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments