Saturday, September 25, 2021
Homeસુરત : કોરોના કાળમાં નર્સરીઓની હાલત કફોડી
Array

સુરત : કોરોના કાળમાં નર્સરીઓની હાલત કફોડી

છેલ્લા દોઢ વર્ષથી કોરોના વાઇરસની મહામારીના કારણે એક તરફ શાળા-કોલેજો બંધ છે ત્યારે બેથી ત્રણ વર્ષના ભૂલકાંઓને પાયાનું શિક્ષણ આપી રહેલી પ્રિપ્રાઈમરી નર્સરીઓની હાલત કફોડી બની ગઈ છે. આ શાળાઓ ખાનગી ધોરણે ચાલતી હોવાથી નિભાવ ખર્ચની તમામ જવાબદારી સંચાલકોના શીરે જ હોય છે, જેથી છેલ્લા દોઢ વર્ષથી નર્સરી બંધ રહેતા આવકના અભાવે શહેરની 400માંથી 70 ટકા નર્સરીઓને તાળાં લાગી ગયાં છે.

એક અંદાજ પ્રમાણે તમામ નર્સરીઓ મળી કુલ 200 કરોડથી વધુ રૂપિયાની ખોટ જતાં સંચાલકો પણ મહેકમ પર કાતર ચલાવવા માંડ્યા છે, જેના કારણે 6 હજારથી વધુ કર્મચારી બેકાર બની ગયા છે.માર્ચ 2020માં કોરોનાની એન્ટ્રી થતાં જ રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓને માત્ર ઓનલાઇન જારી રાખવાનો આદેશ કર્યો હતો. તેવામાં પ્રિ-પ્રાઇમરી અને નર્સરી સ્કૂલોએ પણ વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન શરૂ કર્યું હતું. જો કે, ઉંમર ખુબ જ નાની હોવાના કારણે ઘણાખરાં બાળકો ઓનલાઇન ભણતા ન હતા.

જેને કારણે વાલીઓએ ઘરે જ પોતાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત ઘણી નાની-મોટી શાળાઓએ ધોરણ-1માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધે તે માટે પ્રિ-પ્રાઇમરી કે નર્સરી સ્કૂલો શરૂ કરી વાલીઓને ફીમાં રાહત આપવા માંડી છે. કોરોના પહેલા નર્સરી સ્કૂલોમાં સરેરાશ 300 બાળકો હતા, જે હવે 10 જેટલા જ થઈ ગયા છે.

નર્સરીઓ રાબેતા મુજબ કરવા માટે સંચાલકોએ પહેલાં કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું કે, પ્રિ-સ્કૂલ ખૂલવી ખૂજ જ જરૂરી છે. હવે તો બાળકો પ્રસંગોમાં જઈ રહ્યા છે. જેથી રાજ્ય સરકાર ગાઇલલાઇન જાહેર કરી મંજૂરી આપે. હવે પ્રિ-સ્કૂલો શરૂ નહીં થશે તો આગામી દિવસમાં બેરોજગારી વધશે અને બાળકોનો પાયો પણ નબળો રહેશે.

બાળકો સામૂહિક કાર્યક્રમોમાં તો જાય જ છે

કોરોનાના ઘટી જતાં લગ્ન સહિતના કાર્યક્રમોમાં નાના બાળકો જઈ રહ્યા છે. તેમ છતાં સરકાર નર્સરી ખોલવાની મંજૂરી નથી આપતી. શહેરમાં 400 પ્રિ-પ્રાઇમરી અને નર્સરી સ્કૂલમાંથી 70 ટકા બંધ થઈ જતા 6 હજારથી કર્મીએ બેરોજગાર બન્યા છે. દોઢ વર્ષમાં નર્સરીઓને અંદાજે 202 કરોડની ખોટ ગઈ છે. – જય લીલાવાલા, પ્રેસિડન્ટ, પ્રિ-સ્કૂલ એસોસિએશન

બાળકો સીધા ધો.1માં પ્રવેશ લઈ રહ્યા છે

વાલીઓ બાળકોને સીધા ધો. 1માં પ્રવેશ મેળવી રહ્યા છે. જોકે, તેમાં બાળકોના પાયો કાચો રહેશે. પ્રિ-પ્રાઇમરી સ્કૂલમાં 300 વિદ્યાર્થીમાંથી આજે 10-15 થઈ ગયા છે. – રાજેશ મીશ્રી, વાઇસ પ્રેસિડન્ટ, પ્રિ-સ્કૂલ એસોસિએશન

સ્ટાફનો 5 લાખનો ખર્ચ કઈ રીતે કાઢવો?

અમે 5માંથી 4 બ્રાન્ચ બંધ કરી છે. મહિને ભાડાં સાથે સ્ટાફનો 5 લાખનો ખર્ચ કઈ રીતે કાઢવો? અમે વાલીઓને સર્ટિફિકેટ નથી આપ્યા કેમકે બાળકોના ભાવિ સાથે ચેડા નહીં થાય. – મનીષા બારડીયા, સંચાલક, કેસીજી કિંગડમ પ્રિ-સ્કૂલ

વાલીઓ શું કહે છે?

  • બે વર્ષથી પ્રિ-સ્કૂલ બંધ છે. જેથી હું મારા બાળકનું એડમિશન લઇ શકતી નથી. આગામી દિવસોમાં શું થશે તેની ચિંતા છે. સરકાર પ્રિ-સ્કૂલ ખોલવાની મંજૂરી આપે તે હવે ખૂબ જ જરૂરી છે. – કિર્તી મોદી, વાલી
  • હું એડમિશન લેવાનો જ હતો ને લોકડાઉન આવી જતા પ્રિ-સ્કૂલ બંધ થઈ ગઈ હતી. જેથી મારી દીકરીને કોઈ અભ્યાસ મળ્યો જ નથી, જેથી તેનો પાયો કાચો રહેશે અને પ્રાથમિક શાળાનું ભણતર મુશ્કેલ બનશે એનો ડર છે. – કૌશલ ઠાકર, વાલી
  • પ્રિ-સ્કૂલ બંધ હોવાથી મારા બાળકને અભ્યાસ કઈ રીતે આપવો તેની મુઝવણ છે. મારા બાળકને એકડા, કક્કો, એબીસીડી નથી આવડતી. મને ડર છે કે તેનો પાયો કાચો રહી જશે તો તેને ભાવિમાં તકલીફ પડશે. – મોના ગાંધી, વાલી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments