સુરત : પિતાને અગ્નિદાહ આપવા દીકરી PPE કિટ પહેરીને સ્માશન પહોંચી ગઈ

0
0

જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં કોરોનામાં મોતને ભેટેલા પિતાને અગ્નિદાહ આપવા દીકરી PPE કિટ પહેરીને પહોંચી ગઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. એટલું જ નહીં પણ PPE કિટ પહેરી પિતાને અગ્નિની દાહ આપ્યો હોવાનું પણ દેખાય રહ્યું છે. જોકે અગ્નિદાહ આપ્યા બાદ દીકરી PPE કિટમાં બેભાન થઈ જમીન પર પડી જતાં સગાઓમાં ભાગદોડ મચી ગઇ હોવાનું સામે આવ્યું છે. જાણકારોએ કહ્યું હતું કે, PPE કિટમાં વધુ પડતી ગરમીથી પુત્રી બેભાન થઈ હોય એમ કહી શકાય છે.

દીકરી બેભાન થઈ જતા ભાગદોડ મચી ગઈ હતી.
દીકરી બેભાન થઈ જતા ભાગદોડ મચી ગઈ હતી.

20મીએ તબિયત લથડી હતી
નેન્સી પટેલ (મૃતક ભુપેશભાઈ પટેલની દીકરી) એ જણાવ્યું હતું કે, પપ્પા 56 વર્ષના હતાં. કેનેડા રિટર્ન ખેડૂત હતા. 20 મી એપ્રિલના રોજ અચાનક પપ્પાની તબિયત બગડતા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. જ્યાં તેમને 9 ટકા ઇન્ફેક્શન આવ્યું હતું. પપ્પા ના WBCમાં પહેલાથી ઓછા થઈ જતા હોવાની એક તકલીફ હતી. ડાબા પગને ઇન્ફેક્શન હતું એની સારવાર ચાલતી હતી. પ્રેશર હતું. લોહી પણ વધ-ઘટ થયા કરતું હતું. જેને લઈ તબિયત નાજુક થવાના ચાન્સ હતા એટલે ડોક્ટરોના અભિપ્રાય બાદ 22મીએ વેન્ટિલેટર વાળી હોસ્પિટલમાં લઈ જવા પડશે એમ કહેતા સિવિલમાં લઈ આવ્યા હતાં.

સારવાર દરમિયાન પિતાનું મોત નીપજ્યું હતું.(ફાઈલ તસવીર)
સારવાર દરમિયાન પિતાનું મોત નીપજ્યું હતું.(ફાઈલ તસવીર)

એકની એક દીકરીએ અગ્નિદાહ આપ્યો
સોમવારે અચાનક શ્વાસમાં તકલીફ શરૂ થઈ ગયા બાદ એમને વેન્ટિલેટર પર મૂકી દેવાની ફરજ પડી હતી. બપોરે લગભગ પોણા ચાર વાગે મૃત્યુ થઈ ગયું હોવાનું તબીબોએ કહ્યું હતું. જેથી એમની અંતિમ વિધિ માટે એક દીકરી તરીકેની ફરજ અદા કરવા PPE કીટ પહેરી અગ્નિદાહ આપ્યો હતો.

પરિવાર શોકમાં
નૈનસીએ વધુમાં જણાવ્યું હતું કે હાલ તાજેતરમાં જ મેં GNM પાસ કર્યું છે. કોવિડ વિશે સારી રીતે માહિતગાર છું. હું મારા પિતાની એકની એક દીકરી છું. પિતાના આઘાતમાં સ્મશાનભૂમિમાં જમીન પર સરી પડી હતી. આખો પરિવાર શોકમાં છે. ભગવાન એમન આત્માને શાંતિ આપે એવી જ પ્રાર્થના કરી રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here