સુરત : સુવાલી બીચના ડેવલપમેન્ટ માટે ફરીએકવાર પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. વર્ષ 2008-09માં મોટાપાયે જાહેરાત બાદ પ્રોજેક્ટને પડતો મૂકી દેવાયો હતો પરંતુ ફરી આ સ્થળને પીકનીક સ્પોટ તરીકે વિકસાવવા વિચારણા હાથ ધરવામાં આવી છે.
સૂત્રો અનુસાર બીચને 48 કરોડના ખર્ચે વિકસાવાશે જે અંતર્ગત 24-25 ફેબ્રુઆરીએ બીચ ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવશે. આ અવસરે સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે 24મીએ સાંજે કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે. બીચના વિકાસ માટે સુડાએ 10 કરોડ મંજૂર કર્યા છે જ્યારે તબક્કાવાર 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરાશે.
આ અગાઉ 7 વર્ષ પહેલાં દિવાળીમાં બીચ ફેસ્ટિવલ યોજાયો હતો જોકે તે સમયે અપૂરતી સુવિધાઓની ફરિયાદ ઉઠી હતી. હવે સુવાલી સુધી 7 કરોડના ખર્ચે નવો રસ્તો બનાવી શૌચાલય સહિતની સુવિધા બનાવાઈ રહી છે. ખાણીપીણીના શોખિન સુરતીઓ ફરવાની સાથે અહીં ખાણી-પીણીની પણ મોજ માણી શકશે