Friday, December 6, 2024
Homeસુરત : માસૂમો જીવ બચાવવા માટે પિતાને કેવી રીતે કાકલૂદી કરી રહ્યાં...
Array

સુરત : માસૂમો જીવ બચાવવા માટે પિતાને કેવી રીતે કાકલૂદી કરી રહ્યાં હતાં, એ દૃશ્યનું વર્ણન કરતાં વકીલ પણ રડી પડ્યા

- Advertisement -

સુરતઃ તક્ષશિલા અગ્નિકાંડમાં 22 માસૂમ વિદ્યાર્થીઓ ભૂંજાઈ ગયાં એ કેસમાં હાલ જેલવાસ ભોગવી રહેલા આઠ આરોપીઓએ કરેલી જામીન અરજી પર શનિવારે સરકાર પક્ષે દલીલો કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા સરકારી વકીલે સમગ્ર ઘટના કેવી રીતે બની અને આરોપીઓનો શું રોલ હતો એના પર પ્રકાશ પાડ્યો હતો. ઘટનાની હકીકત વર્ણવતાં સરકારી વકીલની આંખોમાં પણ ઝળઝળિયાં આવી ગયાં હતાં. બાદમાં દલીલો અટકી ગઈ હતી અને કોર્ટે સોમવારની મુદત નક્કી કરી હતી. બીજી તરફ પાલિકાના અધિકારી પી. ડી. મુનશીના જામીન સામે ચાર વાલીઓએ એફિડેવિટ કરી વિરોધ કર્યો હતો.

આરોપીઓએ ચલાવ્યું હતું જુઠ્ઠાણું
શનિવારે ક્લાસિસ સંચાલક ભાર્ગવ બુટાણી, પાલિકા અધિકારી પી. ડી. મુનશી સહિતના આઠ આરોપીઓની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી હતી. સરકાર પક્ષે દલીલ કરાઇ હતી કે, ગેરકાયદે બાંધકામ મામલે આરોપીઓએ જૂઠ્ઠાણું ચલાવ્યું હતું. ખોટા પુરાવા રજૂ કરીને પાછલી તારીખનું બાંધકામ બતાવવામાં આવ્યું છે અને તેના આધારે ઇમ્પેક્ટ ભરાઇ હતી. ચોથો માળ અને ડોમનું બાંધકામ 2014માં થયું જે ચોપડે 2012માં બતાવાયું છે. આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓ માટે બહાર જવાનો કોઈ રસ્તો જ ન હતો. કાચ તોડીને બાળકો બહારની બારી સુધી પહોંચ્યા હતા અને જીવ બચાવવા કેટલાક કૂદી પણ પડ્યા હતા.

વકીલની આંખમાં આવી ગયા હતા આંસુ
તેમણે વધુ કહ્યું કે, કેટલી હૃદયદ્રાવક સ્થિતિ હતી, એક દીકરી આગની વચ્ચે પિતાને ફોન કરીને કહી રહી હોય કે, ‘પપ્પા મને બચાવો અને એ પિતા નીચે જ ઊભા હોય છતાં કંઈ કરી ન શકે તો એ પિતા અને દીકરી પર શું વીતી હશે. એ વિચારીને પણ શરીર કંપી જાય છે. (ઘટનાનું વર્ણન કરતાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાની આંખમાં ઝળઝળિયાં આવી જાય છે) અગાઉ બચાવ પક્ષની દલીલમાં ભાવનાલક્ષી બાબતો પર દલીલ કરાઇ હતી. જેની સામે આજે સરકાર પક્ષે દલીલ કરાઈ હતી કે, ચોક્કસ ભાવનાલક્ષી બાબતે ન્યાય ન થાય, પરંતુ પુરાવા હોય ત્યારે લાગણીને પણ ધ્યાનમાં લેવી જોઈએ.

દલીલના મુખ્ય મુદ્દા

  • પ્રાયમાફેસી કેસ છે અને આરોપીઓની સંડોવણી છે.
  • બીજા નહીં, પરંતુ ચોથા માળે અને ડોમની જગ્યા આગ લાગી હતી
  • ગેરકાયદે બાંધકામને કાયદેસર કરતી વખતે સરકારે પણ કેટલીક જોગવાઈઓનું પાલન કરવા કહ્યું છે. જિમ હોય ત્યાં ઇમ્પેક્ટ-ફી આપી કાયદેસર કરી શકાય નહીં.

‘અમારે ત્યાં માતમ છે ને આરોપી દીકરીના લગ્ન માટે જેલ બહાર આવવા માગે છે’
આરોપી પરાગ મુન્શીની જામીનનો વિરોધ કરવા વાલીઓએ એફિડેવિટ કરી હતી જેમાં જણાવાયુ હતુ કે આરોપીએ પોતાની પુત્રીના લગ્ન પ્રસંગ માટે જામીન માંગ્યા છે. અમે વહાલસોયી દીકરીઓ ગુમાવી છે. જેનો આઘાત હજી તાજો છે. ઘરમાં માતમ છે અને આરોપી પોતાની દીકરીના લગ્નના બહાને જેલ બહાર આવવા માંગે છે .જો તે બહાર આવશે તો કલેક્ટીવ રીતે કામ કરી સાક્ષી પુરાવા તોડવાનો પ્રયાસ કરશે. દીકરીના લગ્ન આરોપીની ગેરહાજરીમાં ન થઈ શકે એવું તો છે નહીં. અમે પણ અમારી દીકરીઓ ગુમાવી છે અને તે પાછી ક્યારેય આવવાની નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular