સુરત : પોઝિટિવ કેસનો આંકડો 17 હજારથી વધીને 17,028 થયો, મૃત્યુઆંક 720 પર પહોંચ્યો

0
3

સુરત. કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. પાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા કોરોના પોઝિટિવનો આંકડો વધીને 17,028 થયો છે. જેમાં શહેરના 13,602 અને જિલ્લાના 3426નો સમાવેશ થાય છે. મૃત્યુઆંક વધીને 720 થયો છે. જેમાં શહેરના 565 અને જિલ્લાના 155નો સમાવેશ થાય છે. રિક્વર થયેલાની સંખ્યા 12,948 થઈ છે, જેમાં 2699 જિલ્લાના લોકોનો સમાવેશ થાય છે.હાલ શહેર અને જિલ્લાના મળીને 3360 લોકો સારવાર હેઠળ છે.

સિવિલ-સ્મીમેરમાં કુલ 325 દર્દી ઓક્સિજન પર
નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 344 દર્દી પૈકી 262ની હાલત ગંભીર છે. 19 વેન્ટિલેટર, 46 બાઈપેપ અને 197 દર્દીઓ ઓક્સિજન પર છે. સ્મીમેર હોસ્પિટલમાં 229 પૈકી 188 દર્દીઓની હાલત ગંભીર છે. 9 વેન્ટિલેટર, 51 બાઈપેપ અને 128 ઓક્સિજન પર છે.