Tuesday, September 21, 2021
Homeસુરત : પોઝિટિવ કેસનો આંક 52815 પર પહોંચ્યો, મૃત્યુઆંક છેલ્લા 15 દિવસથી...
Array

સુરત : પોઝિટિવ કેસનો આંક 52815 પર પહોંચ્યો, મૃત્યુઆંક છેલ્લા 15 દિવસથી 1137 પર સ્થિર અને કુલ 51407 રિકવર થયા

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 52815 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક છેલ્લા 15 દિવસથી 1137 પર સ્થિર છે. ગત રોજ શહેરમાંથી 19 અને જિલ્લામાંથી 5 દર્દીઓ મળી 24 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 51407 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

સીએ, ડે.મામલતદાર, પાલિકા કર્મચારી સહિત અનેક સંક્રમીત

બુધવારે શહેરમાં સીએ, ડે.મામલતદાર, પાલિકા કર્મચારી સહિત અનેક સંક્રમીત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં સીએ, ડે.મામલતદાર, સોફ્ટવેર કંપનીના કર્મચારી, આઈટી કંપનીના કર્મચારી, ઈન્સ્યોરન્સ એજન્ટ, ટેક્ષટાઈલ વેપારી, વેસ્ટ ઝોનમાં પાલિકાના સાઉથ વેસ્ટે ઝોનના એસએસઆઈ, કન્સટ્રક્શન કંપનીના કર્મચારી, માનદરવાજા ફાયર સ્ટેશનના ફાયરમેન, તેમજ નોર્થ ઝોનમાં સ્ટીલ કંપનીના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

એક્ટિવ કેસની સંખ્યા 271

શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 51407 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. જોકે, બે દિવસથી પોઝિટિવ કેસની સામે સાજા થનારા દર્દીઓની સંખ્યા ઓછી રહેતા એક્ટિવ કેસમાં ફરીથી વધારા સાથે એક્ટિવ કેસની સંખ્યા 271 નોંધાઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments