Friday, September 17, 2021
Homeસુરત : પોઝિટિવ કેસનો આંક 143487 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2114 પર સ્થિર
Array

સુરત : પોઝિટિવ કેસનો આંક 143487 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2114 પર સ્થિર

સુરત કોવિડ હોસ્પિટલની ફાઈલ તસવીર. - Divya Bhaskarમહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સપરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 143487 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2114 પર સ્થિર છે. ગત રોજ શહેરમાંથી 04 દર્દી કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141302 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

સિટીમાં 111394 અને જિલ્લામાં 32093 કેસ

સિટીમાં નવા 3 કેસ સાથે કુલ કેસ 111394 અને મૃત્યુઆંક 1629 છે. જિલ્લામાં નવા 0 કેસ મળી કુલ કેસ 32093 અને મૃત્યુઆંક 485 છે. સિટી-ગ્રામ્ય મળીને કુલ કેસનો આંક 143487 અને મૃત્યુઆંક 2114 છે. સિટીમાં 109710 અને ગ્રામ્યમાં 31592 મળીને કુલ 141302 દર્દીઓ સાજા થયા છે.

કોવિડ હોસ્પિટલ કેમ્પસ સૂમાસામ થઈ ગયા છે.
કોવિડ હોસ્પિટલ કેમ્પસ સૂમાસામ થઈ ગયા છે.

 

એક્ટિવ કેસમાં વધારો

સુરત શહેર જિલ્લામાં કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. છેલ્લા થોડા દિવસોથી કેસમાં નજીવો વધારો ઘટાડો થઈ રહ્યો છે. ગત રોજ શહેરમાં 03 અને જિલ્લામાં 0 કેસ સાથે શહેર-જિલ્લામાં કોરોનાના વધુ 03 કેસ પોઝિટિવ નોંધાયા હતા. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ફરી થી વધીને 71 નોંધાઈ છે.

કોવિડ હોસ્પિટલ બહાર એક સમયે એમ્બ્યુલન્સની લાઈનો લાગતી હતી.
કોવિડ હોસ્પિટલ બહાર એક સમયે એમ્બ્યુલન્સની લાઈનો લાગતી હતી.

 

11 દર્દીઓની હાલત ગંભીર

સિવિલમાં 7 અને સ્મીમેરમાં 4 દર્દીની હાલત ગંભીર છે. આ ઉપરાંત મ્યુકોરમાઇકોસિસમાં નવી સિવિલમાં બે દર્દીની સર્જરી થઇ છે. અત્યાર સુધીમાં સિવિલમાં 41 અને સ્મીમેરમાં 24 મળી કુલ 65 દર્દીઓ મોતને ભેટ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments