સુરત : પોઝિટિવ કેસનો આંક 16,037 પર પહોંચ્યો, મૃત્યુઆંક 595 અને કુલ 12,119 દર્દી રિક્વર થયા

0
2

સુરત. મહાનગરપાલિકા દ્વારા જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 16,037 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 695 થઈ ગયો છે. ગત રોજ સુરત શહેરનાં 191 અને ‌જિલ્લાના 44 મળી વધુ 235 દર્દીને રજા આપવામાં આવી હતી. કોરોનાને હરાવીને સારા થઇ ગયેલા શહેર ‌જિલ્લાના કુલ 12,119 લોકો રજા લઈ ચૂક્યા છે.

સુરત સિટીમાં કુલ 12,881 અને જિલ્લામાં 3156 કેસ
સુરત શહેરમાં કુલ 12881 પોઝિટિવ કેસમાં 549ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 3156 પૈકી 146 વ્યક્તિના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 16,037 કેસમાં 695ના મોત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 9598 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 2520 દર્દી સાજા થયા છે.

કુલ 183 દર્દીઓ ઓક્સિજન પર
નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 194 પૈકી 152 દર્દીઓની હાલત ગંભીર છે. 9 વેન્ટિલેટર, 23 બાઈપેપ અને 120 દર્દીઓ ઓક્સિજન પર છે. સ્મીમેર હોસ્પિટલમાં 127 પૈકી 101 દર્દીઓની હાલત ગંભીર છે. 7 વેન્ટિલેટર, 31 બાઈપેપ અને 63 દર્દીઓ ઓક્સિજન પર છે.