સુરત : પોઝિટિવ કેસનો આંક 16,796 પર પહોંચ્યો, મૃત્યુઆંક 715 અને કુલ 12,739 રિકવર થયા

0
9

સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 16,796 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 715 થયો છે. ગત રોજ શહેર જિલ્લામાં 195 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા રજા આપવામાં આવી છે. જેથી સારવાર લઇ કુલ 12,739 લોકો સાજા થઈ ચૂક્યા છે.

સુરત સિટીમાં કુલ 13,434 અને જિલ્લામાં 3362 કેસ
સુરત સિટીમાં કુલ 13,434 પોઝિટિવ કેસમાં 561ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 3362 પૈકી 154 વ્યક્તિના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 16,796 કેસમાં 715ના મોત થયા છે. સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 10,088 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે ગ્રામ્ય કુલ 2651 દર્દીઓ સાજા થયા છે.

સિવિલ-સ્મીમેરમાં કુલ 325 દર્દી ઓક્સિજન પર
નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 344 દર્દી પૈકી 262ની હાલત ગંભીર છે. 19 વેન્ટિલેટર, 46 બાઈપેપ અને 197 દર્દીઓ ઓક્સિજન પર છે. સ્મીમેર હોસ્પિટલમાં 229 પૈકી 188 દર્દીઓની હાલત ગંભીર છે. 9 વેન્ટિલેટર, 51 બાઈપેપ અને 128 ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here