સુરત : પોઝિટિવ કેસનો આંક 54811 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1137 પર સ્થિર, કુલ 52894 દર્દી રિકવર

0
3

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 54811 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1137 પર સ્થિર છે. ગત રોજ શહેરમાંથી 86 અને જિલ્લામાંથી 3 મળી 89 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 52894 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે.

સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 15 દર્દીની હાલત ગંભીર

69 દિવસ બાદ ફરીથી શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 147 નજીક પહોંચી છે. સતત વધી રહેલા કેસો સામે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં ઘટાડાને પગલે એક્ટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મંગળવારે એક્ટિવ કેસ વધીને 780 થઈ ગયા છે. નવી સિવિલમાં 25 દર્દીઓ પૈકી 8 ગંભીર છે. જેમાં 5 બાઇપેપ અને 3ઓકસીજન પર છે. સ્મીમેરમાં 7 ગંભીર પૈકી 4 વેન્ટીલેટર અને 3 ઓક્સિજન પર છે.

બેંક કર્મચારી, પાલિકાના અધિકારી સહિત કોરોના સંક્રમીત

શહેરમાં નવા નોંધાયેલા કેસમાં ડેન્ટિસ્ટ, રત્નકલાકાર, બેંક કર્મચારી, પાલિકાના અધિકારી સહિત કોરોના સંક્રમીત થયા છે. જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં ડેન્ટિસ્ટ, રત્નકલાકાર, બિલ્ડર, વિદ્યાર્થી, મીલ માલીક, 5 ટેક્ષટાઈલ વેપારી, બેંક કર્મચારી, સીએ, હીરા દલાલ, શહેરી વિકાસ વિભાગના કર્મચારી, 2 વિદ્યાર્થી, બેંક મેનેજર, વેસ્ટ ઝોનમાં પાલિકાના શહેર વિકાસ વિભાગના કર્મચારી, ગુજરાત ગેસના મેનેજર, ટીચર, કુક, ઈસ્ટ ઝોનમાં હીરાના વેપારી, વિદ્યાર્થી, ઓટોમોબાઈલ વેપારી, નોર્થ ઝોનમાં હીરાના વેપારી, પાલિકાના જુ.ઈજનેર, ટેક્ષટાઈલ વેપારી અને સાઉથ ઝોનમાં સાડીના વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here