સુરત : પોઝિટિવ કેસનો આંક 56096 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1140 અને કુલ 53628 દર્દી રિકવર થયા

0
7

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોનાએ ફરી ગંભીર સ્વરૂપ ધારણ કરતા કેસમાં વધારો થઇ રહ્યો છે. શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 56 હજારને પાર કરી 56096 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1140 થયો છે. ગત રોજ શહેરમાંથી 123 અને જીલ્લામાંથી 23 મળી 146 કોરોના દર્દીઓ કોરોનાથી સાજા થતા કુલ 53628 દર્દીઓએ માત આપી છે.

સિવિલ-સ્મીમેરમાં 18 દર્દીની હાલત ગંભીર
શહેર-જિલ્લામાં કોરોનાએ ફરીથી અજગરી ભરડો કસવાનું શરૂ કર્યું છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા સામે પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1328 થઈ ગઈ છે. નવી સિવિલમાં 27 દર્દીઓ પૈકી 8 ગંભીર છે. જેમાં 3 બાઇપેપ અને ૫ ઓકસીજન પર છે. સ્મીમેરમાં 11 ગંભીર પૈકી 4 બાઇપેપ અને 4 ઓક્સિજન પર છે.

નવા નોંધાયેલા કેસમાં આવેલા પોઝિટિવ
શહેર જિલ્લામાં નોંધાયેલા પોઝિટિવ કેસમાં 8 વિદ્યાર્થી, ટેક્સટાઇલ-સાડી-જરી-માર્કેટીંગ-કન્ટ્રકશન-કાપડ વ્યવસાયી સહિત 12 વ્યવયાસી, બમરોલીમાં લુમ્સ ફેકટરી,સચીનના કાપડ ફેકટરીધારક, ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ, શિક્ષક, પી.ટી સાયન્સના પ્રોફેસર તથા ઉધનામાં કાપડનાં દુકાનદાર કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here