Sunday, September 19, 2021
Homeસુરત : સંક્રમણ સતત વધતા પોઝિટિવનો આંકડો વધીને 81,376 પર પહોંચી ગયો,...
Array

સુરત : સંક્રમણ સતત વધતા પોઝિટિવનો આંકડો વધીને 81,376 પર પહોંચી ગયો, મૃત્યુઆંક 1378 થયો

કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવ કેસની સંખ્યા વધીને 81,376 પર પહોંચી ગઈ છે. સતત વધતા જતા કોરોના મૃત્યુના પગલે મૃત્યુઆંક 1378 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 71,156 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 8842 એક્ટિવ કેસ છે.

સિવિલ-સ્મીમેરમાં 1410 દર્દી ગંભીર હાલતમાં
શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મળ‌ી કુલ 1410 દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ગુરુવારે 825 દર્દીઓ ઓક્સિજન પર, 285 દર્દી બાઈપેપ પર અને 23 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે. તેવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં 182 દર્દી ઓક્સિજન પર, 75 દર્દી બાયપેપ પર અને 20 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.

આઈસોલેશન સેન્ટર ખુલી રહ્યા
સમગ્ર સુરત શહેર આજે કોરોના સંક્રમણથી ત્રસ્ત થઈ ગયું છે. શહેરનો એક પણ વિસ્તાર કોરોના સંક્રમણથી બાકાત રહ્યો નથી. તેવા સમયે દર્દીઓને મેડિકલ સુવિધા આપવાનો એક મોટો પડકાર બની રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દી માટે સૌથી મહત્વનો ઓક્સિજન મેળવવો ખૂબ જ જરૂરી છે.ખાનગી હોસ્પિટલમાં અને સરકારી હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નથી. રાજકીય નેતાઓ સમાજના અગ્રણીઓ એનજીઓ આગળ આવીને તેમના વિસ્તારમાં પોતાની રીતે યોગદાન આપવાનું શરૂ કર્યું છે. આઈસોલેશન સેન્ટરમાં દર્દીઓની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments