સુરત : પોઝિટિવનો આંકડો 87,876 પર પહોંચ્યો, મૃત્યુઆંક 1458 થયો, ડિસ્ચાર્જની સંખ્યા 73,690 પર પહોંચી

0
8

કોરોના સંક્રમણ સુપર સ્પીડથી આગળ વધી રહ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે પોઝિટિવ કેસની સંખ્યા વધીને 87,876 થઈ ગઈ છે. શહેરમાં અને જિલ્લામાં નોંધાતા મૃત્યુમાંથી સરકારી ચોપડે મૃત્યુઆંક વધીને 1458 થયો છે. શહેરમાંથી અત્યાર સુધીમાં કોરોના મુક્ત થયેલા લોકોની સંખ્યા 73,690 પર પહોંચી ગઈ છે. હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 12,728 પર પહોંચી ગઈ છે.

સિવિલ-સ્મીમેરમાં 1322 દર્દી ગંભીર હાલતમાં
શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મળ‌ી કુલ 1322 દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં રવિવારે 703 દર્દીઓ ઓક્સિજન પર, 263 દર્દી બાઈપેપ પર અને 13 દર્દી વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે. તેવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં 211 દર્દી ઓક્સિજન પર, 120 દર્દી બાયપેપ પર અને 12 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે.

6 દિવસની સારવાર બાદ કોરોનાને માત આપી
અડાજણમાં રહેતી બી.બી.એ.ની 20 વર્ષીય વિદ્યાર્થિની કૃપાબેન અલ્પેશભાઈ ગજ્જર નવી સિવિલમાં 6 દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી છે. અડાજણની ચંદ્રકાંત સોસાયટીમાં રહેતી કૃપાએ જણાવ્યું હતુ કે 11 એપ્રિલે જ્યારે હું સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી, ત્યારે મને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ થતી હતી. ઓક્સિજન લેવલ 75 ટકા હતું. મને 2 દિવસ સુધી આઈસીયુમાં વેન્ટીલેટર સપોર્ટ પર રખાઈ હતી. ત્યારબાદ સ્થિતિમાં સુધારો આવતા ઓક્સિજન પર રાખવામાં આવી હતી. તા.16મી એપ્રિલે મારુ સ્વાસ્થ્ય પૂર્વવત થઈ જતા રજા આપવામાં આવી હતી.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here