Wednesday, October 20, 2021
Homeગુજરાતસુરત : પોલીસ કંટ્રોલરૂમને યુનિવર્સિટીના ગરબાનો કોલ મળ્યો જ નહોતો

સુરત : પોલીસ કંટ્રોલરૂમને યુનિવર્સિટીના ગરબાનો કોલ મળ્યો જ નહોતો

 

નર્મદ યુનિવર્સિટીમાં ગરબે રમતા વિદ્યાર્થીઓને પોલીસે ઘસડી-ઘસડીને મારવાની ઘટના બાદ મંગળવારે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની બહાર ચક્કાજામ કર્યો હતો. ત્યારબાદ એબીવીપીએ કલેકટરને આવેદનપત્ર આપી કસુરવાર સામે પગલા લેવાની માંગ કરી ઉમરા પોલીસ મથકનો ઘેરાવ પણ કરાયો હતો. પીઆઈ મોદી અને પીએસઆઈ પરમારને સસ્પેન્ડ કરવાની માગણી કરાઈ હતી.

સુત્રોના જણાવ્યાં મુજબ સોમવારે કંટ્રોલ રૂમને સાંજે 36 કોલ આવ્યા હતા, જેમાંથી બે વેસુના હતા પણ યુનિ.ના ન હતા. એટલે પોલીસ યુનિ.માં કેમ ઘૂસી ગઈ તે હવે તપાસનો વિષય છે, જે બાબતે ડીસીપી કે. એફ. બળોલિયા તપાસ કરી રહ્યા છે.

મારા પ્રાઇવેટ પાર્ટ પર પોલીસે લાત મારી હતી
પોલીસે મને જાતિ વિશે ગાળો આપી મારા પ્રાઇવેટ પાર્ટ પર લાત પણ મારી હતી. પોલીસે જાતિ વિષે અપમાનિત કર્યા છે. તેમની સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી છે. > હિતેશ ગીલાતર, એબીવીપી શહેર મહાનગર મંત્રી

બાઇકની ચાવીથી કાન પાસે ઇજા પહોંચાડી
પોલીસે ગાળો આપીને ડીજે બંધ કરાવ્યું હતું. પોલીસ મથકમાં હેલમેટથી માર મરાયો હતો. મે બચાવ કરવાનો પ્રયાસ કરતા પોલીસે નજીકમાં પડેલા ડબ્બામાંથી ચાવી કાઢીને કાનના ભાગે મારી દીધી હતી. > હિમાલયાસિંહ ઝાલા, એબીવીપી- પ્રદેશ મંત્રી

વિદ્યાર્થીઓએ મને માર મારતા ફ્રેક્ચર !: પોલીસ
વિદ્યાર્થીઓને અમે શાંતિ જાળવવા કહ્યું હતું. છતાં વિદ્યાર્થીઓએ અમને મા-બેનની ગાળો આપી સસ્પેન્ડ કરાવી દઈશું, એવી ધમકી આપી હતી. હું એકલો હતો તે વખતે 3 થી 4 જણાએ મને પોલીસ મથકના રૂમમાં માર મારતા હાથમાં ફ્રેકચર થયું છે. – ધર્મેન્દ્રગીરી, પોલીસ કર્મચારી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments