Sunday, February 16, 2025
Homeસુરત : વેસુમાં ફાયર સ્ટેશનની સામે સર્વિસ રોડનો રસ્તો ધસી પડ્યો, તંત્ર...
Array

સુરત : વેસુમાં ફાયર સ્ટેશનની સામે સર્વિસ રોડનો રસ્તો ધસી પડ્યો, તંત્ર દોડતું થયું

- Advertisement -

સુરતઃ વેસુમાં વેસુ ફાયર સ્ટેશનની સામે સર્વિસ રોડનો રસ્તો ધસી પડ્યો હતો. જેની જાણ થતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સર્વિસ રોડની સાઈડમાં આવેલી નવનિર્મિત બ્લિડિંગના કન્સ્ટ્રક્શના કારણે રોડ ઘસી પડ્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

વેસુ વિસ્તારમાં આવેલા ફાયર સ્ટેશન સામે એક બ્લિડિંગના ક્ન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. અને બાજુમાં સર્વિસ રોડ આવેલો છે. ગત રોજ રાત્રે પડેલા વરસાદ બાદ કન્સ્ટ્રક્શન સાઈટમાં પાણી ભરાઈ ગયા હતા. દરમિયાન આજે સવારે સર્વિસ રોડનો રસ્તો ધસી પડ્યો હતો. જેથી ક્ન્સ્ટ્રક્શન સાઈટના કારણે રોડ ધસી પડ્યો હોવાની શક્યતાઓ રહેલી છે. ઘટનાની જાણ થતા પાલિકા અને ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular