Tuesday, March 25, 2025
Homeસુરત : સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદનાં એંધાણ નથી!
Array

સુરત : સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદનાં એંધાણ નથી!

- Advertisement -

સુરતઃ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદના કોઇ એંધાણ દેખાતાં નથી! માત્ર છુટોછવાયો વરસાદ અથવા તો ઝાપટાં પડી શકે છે. સાઉથ-વેસ્ટ મોન્સૂન ગુજરાતથી આગળ નિકળી ઇસ્ટ-વેસ્ટ રાજસ્થાન, હરિયાણા, પંજાબ તરફ વધ્યું છે. જેના કારણે હાલમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ પર બ્રેક લાગી છે. હવે જ્યાં સુધી વરસાદ માટે નવી કોઇ સિસ્ટમ ડેવલપ નહીં થાય ત્યાં સુધી સાર્વત્રિક વરસાદની કોઇ શક્યતા નથી.

વરસાદ હાલ વિરામ પર
મંગળવારે પણ સુરત શહેર અને જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો. આકાશમાંથી વાદળો હટવા લાગતાં ઘણા દિવસો પછી ફરી સૂર્યદેવના દર્શન થયા હતા. જિલ્લાના તમામ તાલુકા પણ કોરાક્ટ રહ્યા હતા. ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં શહેરમાં 14.56 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. મોન્સૂનમાં શહેરમાં સરેરાશ 45થી 50 ઇંચ વરસાદ પડે છે. જેમાં ચોમાસાના ચાર મહિનામાં સૌથી વધુ વરસાદ જુલાઇ માસમાં નોંધાઇ છે.

શહેરનું તાપમાન 4 ડિગ્રી વધી ગયું
ચોમાસુ શરૂ થયાં બાદ શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદની ગેરહાજરીથી તાપમાનમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. તાપમાનમાં થઇ રહેલા આ વધારા તેમજ બરાબર વરસાદ નહીં પડતા ગરમી અનુભવાઇ હતી. મહત્તમ તાપમાન ચાર દિવસમાં 4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી વધી ગયું છે. મંગળવારે શહેરનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.8 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે 12 કિ.મી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 87 ટકા અને સાંજે 80 ટકા જેટલું નોંધાયું હતું.

ઉકાઇમાં 7859 ક્યુસેક પાણીની આવક શરૂ થઇ
મંગળવારે ઉકાઇ ડેમના રેઇન ગેજસ્ટેશનો તથા કેચમેન્ટ એરિયામાં સામાન્ય વરસાદ પડ્યો છે. જેના કારણે ફરી ઉકાઇ ડેમમાં પાણીની આવક શરૂ થઇ છે. મોડીસાંજે 8 કલાકથી ઉકાઇ ડેમમાં 7859 ક્યુસેક આવક ચાલુ થઇ છે. ઉકાઇ ડેમની સપાટી 276.25 ફૂટ અને આઉટફલો 600 ક્યુસેક છે. હથનુર ડેમની સપાટી 209.14 મીટર છે. હથનુરમાંથી 6983 ક્યુસેક ડિસ્ચાર્જ ચાલું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular