સુરત : સિવિલની કોવિડ હોસ્પિટલના ટોયલેટમાં પાણી ન આવતાં હાલાકી

0
0

કોરોના સંક્રમણ વધતાં જ સુરત સિવિલમાં આવેલી કોવિડ-19 હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. કોવિડ હોસ્પિટલમાં તંત્રની લાપરવાહીથી દર્દીઓ પરેશાન થઈ ઉઠ્યાં છે. ટોયલેટ બાથરૂમમાં પાણી ન આવતું હોવાથી બાથરૂમ અને કુદરતી હાજતે જવું પણ દર્દીઓ માટે દુષ્કર બન્યું છે. હોસ્પિટલના છઠ્ઠા માળે સર્જાયેલી પરિસ્થિતિમાં કોઈ સુધારો ન આવતાં દર્દીઓએ વીડિયો ઉતારીને તંત્રની ઉણપને સુધારવા પ્રયત્ન કર્યો છે. જો કે, તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધા પર ધ્યાન ન આપવામાં આવતાં સારવાર લેતા દર્દીઓ નાક ફાડી નાખે તેવી દુર્ગંધ વચ્ચે સારવાર લેવા મજબૂર બન્યા હોય તેવી સ્થિતિ સામે આવ્યી રહી છે. છેલ્લા ત્રણેક દિવસથી આ પરિસ્થિતિ હોવાનું દર્દીઓ કહી રહ્યાં છે.

ડી વિંગના બાથરૂમની હાલત ખરાબ
નામ ન લખવાની શરતે (ઉ.વ. 64, જાગૃત નાગરિક) એ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી કોવિડ-19 ના છઠ્ઠા માળના D વિગના બાથરૂમમાં પાણી નથી આવતું. દર્દીઓ બાથરૂમમાં ખુલ્લામાં કુદરતી હાજત કરી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં કુદરતી હાજતના ઢગલા વચ્ચે લઘુશંકા કરવા માટે જવા દર્દીઓ મજબૂર બન્યા છે. એટલું જ નહીં પણ આવી અતિશય દુર્ગંધ વચ્ચે સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત બદથી બદતર બની રહી છે.

વોર્ડમાં પણ ગંદકીનું સામ્રાજ્ય અને દુર્ગંધ ફેલાતી હોવાનું દર્દીઓ કહી રહ્યાં છે.
વોર્ડમાં પણ ગંદકીનું સામ્રાજ્ય અને દુર્ગંધ ફેલાતી હોવાનું દર્દીઓ કહી રહ્યાં છે.

જાહેર શૌચાલય પણ સારા હોય-દર્દી
દર્દીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર બહારથી દેખાવો કરી રહી છે. અહીંયા વોર્ડમાં આવીને જુએ તો ખબર પડે કે, દર્દીઓ કેવી અને કઈ હાલતમાં સારવાર લઈ રહ્યા છે. આના કરતાં તો જાહેર શૌચાલય સારી હાલતમાં હોય એ વાત ને નકારી શકાય નહીં. અમે આમાં કેમ સારવાર લઈ રહ્યા છીએ. ભગવાન મોત કેમ નથી આપી દેતું તેવા વિચારો આવી રહ્યાં છે.

હોસ્પિટલમાં સ્વચ્છતા ન જળવાતા દર્દીઓ હેરાનગતિ વચ્ચે સારવાર લેવા મજબૂર બન્યાં છે.
હોસ્પિટલમાં સ્વચ્છતા ન જળવાતા દર્દીઓ હેરાનગતિ વચ્ચે સારવાર લેવા મજબૂર બન્યાં છે.

તંત્રના આંખ આડા કાન
ડાયમંડ કંપનીનો નિવૃત કર્મચારી અને હાલ સારવાર લઈ રહેલા દર્દીએ કહ્યું કે,જમીન પર કુદરતી હાજત કરવા દર્દીઓ મજબુર બન્યા છે. મેનેજમેન્ટ આંખ આડા કાન કરી રહ્યું છે. મારા વોર્ડમાં 15-20 દર્દીઓ તો આંખ સામે જ છે, તમામની હાલત કફોડી છે. બીજા વોર્ડના દર્દીઓ પણ આ D વિંગના વોર્ડમાં કુદરતી હાજત માટે આવે છે. હે ભગવાન શું કહું કઈ સમજ નથી પડતી, આખો દિવસ દુર્ગંધ મારતી હાલતમાં કેમ નીકળે એ તો મન જાણે છે. સિસ્ટરો પણ એક જ જવાબ આપે છે. બસ સાફ કરવા સફાઈ કર્મચારી આવે છે. એ વાત ને પણ 48 કલાક થઈ ગયા પણ કોઈ આવ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here