સુરત – કતારગામમાં બબાલ કરનારાઓને છુટા પાડનારને ધમકી,મોપેડ પર તલવારથી ઘા કર્યા

0
0
  • મકાન ખાલી કરનારા સાથે ત્રણ જણા બાબલ કરતાં હતાં
  • બબાલ કરનારાને રોક્યા તો સવારે મોપેડને નુકસાન કર્યું
મોપેડને નુકસાન કરવામાં આવ્યું હતું (ઈન્સેટમાં હુમલા ખોરો સીસીટીવીમાં કેદ થયા હતાં.)

સીએન 24,ગુજરાત

સુરતકતારગામમાં વેડ રોડ પર વિજયનગર-2માં મકાન ખાલી કરનારા ભાડુઆત સાથે સોસાયટીના ત્રણેક જણા બબાલ કરતા હતા. બીજા લોકોએ તેમને બબાલ કરતા રોક્યા તો વહેલી સવારે સોસાયટીમાં મોપેડને નુકસાન કરીને ધમકી આપી હતી.સમગ્ર તોડફોડના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વગર કારણે બબાલ કરતાં હતા

વેડ રોડ પર વિજયનગર-2 માં સોમવારે એક ભાડુઆત મકાન ખાલી કરતો હતો. ત્યારે સોસાયટીમાં રહેતો મુન્નો,ગીલ્લી અને અન્ય એક અજાણ્યો ઇસમ ભાડુઆત સાથે કારણ વગર બબાલ કરતા હતા. ત્યારે ઉમેશ સોલંકી અને બીજા લોકોએ તેમને છુટા પાડ્યા હતા.તેની અદાવત રાખીને મંગળવારે વહેલી સવારે સોસાયટીમાં મુન્નો અને ગીલ્લી તલવાર અને છુરો લઈને આવ્યા અને સોસાયટીના રહિશોને ગાળ આપવા લાગ્યા હતા.

મોપેડને નુકસાન કર્યું

સોસાયટીમાં રહેતા જયંતી રાવલની મોપેડને નીચે પાડી તલવારથી ઘા કરીને નુકસાન પહોંચાડ્યું હતું. તેમજ તલવારથી મારી નાખવાની ધમકી આપી હતી. તે સમયે કોઈએ પોલીસ કંટ્રોલ રૂમને માહિતી આપી હતી. પોલીસ આવતા મુન્નો અને ગીલ્લી અને તેમનો સાગરીત નાસી ગયા હતા. ઉમેશ સોલંકીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here