સુરત : 23 લાખથી વધુના 4 કિલો ચરસના જથ્થા સાથે મહિલા સહિત 3 ઝડપાયા

0
1

સુરત શહેરમાં યુવાનો નશાના રવાડે ચઢી રહ્યા છે એવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે સુરત પોલીસ નશીલા પદાર્થોનું વેચાણ અટકાવવા માટે કામ કરી રહી છે.સુરત SOG દ્વારા અબ્રામા ચેકપોસ્ટ ખાતે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. જેમાં કારમાં સવાર ઈસમને શંકા જતા પૂછપરછ જ કરતા ચરસ સાથે ઝડપાયા હતા. આરોપીઓ પાસેથી 4 કિલોથી વધુનો જથ્થો ઝડપી લેવાયો હતો. જેની અંદાજે કિંમત 23 લાખથી વધુ છે. હાલ ત્રણેય આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

કસોલથી ચરસ લવાયું હતું
એસ.ઓ.જી દ્વારા પ્રાથમિક પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. ચરસ હિમાચલ પ્રદેશથી સુરત લાવવામાં આવતી હતી. હિમાચલ પ્રદેશમાં આવેલા મનાલીથી અંદાજે 75 કિલોમીટર દૂર આવેલા કસોલ ખાતેથી ચરસ લાવીને સુરતના યુવાનોને વેચવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે.કસોલમાં દેશ-વિદેશથી આવતા યુવાનો ચરસનું સેવન કરતા નજરે પડે છે જ્યાં મોટી માત્રામાં ચરસની ખપત થતી હોવાની ચર્ચા છે.

નશાનો કારોબાર કરનારા એજ્યુકેટેડ હોવાનું સામે આવ્યું છે.

એક ફેશન ડિઝાઈનર મહિલા આરોપી ઝડપાઈ
ઝડપાયેલા ત્રણ આરોપી પૈકી મુખ્ય આરોપી જેનીશ ખેની BBA સુધીનો અભ્યાસ કર્યો છે. મીની બજાર મેઇન રોડ જેડી રેસ્ટોરન્ટની બાજુના કોમ્પ્લેક્સમાં પોતાની શેર માર્કેટની ઓફિસ ધરાવે છે. તેમજ અન્ય એક મહિલા નિકિતા ઝડપાય છે, જે સિવાન હાઇટ્સ મોટા વરાછા ખાતે રહે છે. જે પોતે ફેશન ડિઝાઈનર છે. અન્ય એક આરોપી ડ્રાઈવર અતુલ પાટીલ ઝડપાયો છે. વીઆઈપી સર્કલ મોટા વરાછા ખાતે રહે છે.જે મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના રહેવાસી છે.

નશાના કારોબારીઓ સામે આકરા પગલાં લેવાશે તેમ કમિશનરે જણાવ્યું હતું.

ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ- કમિશનર
સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે અમારી ટીમ સુરત શહેરમાં યુવાનો નશાથી દૂર રહે તે માટે ખાસ પ્રયાસ કરી રહી છે નશીલા પદાર્થો યુવાપેઢીને ખૂબ મોટું નુકસાન પહોંચાડે છે તેથી અમે આવા નશીલા પદાર્થો યુવાનો સુધી ન પહોંચે તેવા તમામ પ્રયાસો હાથ ધરી રહ્યા છે. જેમાં અમને થોડે ઘણે અંશે સફળતા મળી રહી છે. આગામી દિવસોમાં પણ આ દિશામાં વધુ કામ કરવા માટે અમે તત્પર છીએ હાલ ચરસનો જથ્થો ઝડપાયો છે. તે કયા વિસ્તારમાં સૌથી વધુ વેચવામાં આવતો હતો.તેમજ જે તોહમતદાર ઝડપાયા છે તેઓ કેટલા સમયથી સુરત શહેરમાં ચલાવતા હતા તેની પણ ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here