સુરત : પતંગના દોરાથી ઈજા ન પહોંચે તે માટે ટ્રાફિક પોલીસે ટૂ વ્હિલરમાં સળિયા લગાવી ચાલકોને ગળે સેફ્ટી બેલ્ટ બાંધ્યા

0
0

ઉત્તરાયણને હવે ગતણરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગના કપાયેલા દોરાથી ટૂ વ્હિલર ચાલકોને ઈજા ન પહોંચે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય છે. ગીતાંજલિ ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસે લોકભાગીદારીથી ટૂ વ્હિલર આગળ સળિયા લગાવવાની કામગીરી કરી હોય છે. સાથે જ ટૂ વ્હિલર ચાલકોને ચહેરા અને ગળાના ભાગે દોરો વાગવાના બનાવો વધુ સામે આવતાં હોવાથી સેફ્ટી બેલ્ટ પણ આપવામાં આવ્યાં છે. ગળા પર સેફ્ટી બેલ્ટથી ગળાનું રક્ષણ થતું હોય લોકોને પોલીસે ઉત્તરાયણના તહેવાર દરમિયાન સાવધાનીપૂર્વક ટૂ વ્હિલર ચલાવવા માટે સમજ આપી છે.

અકસ્માતના બનાવો ન બને તે માટે કાર્યક્રમ

ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે, હાલ ઉત્તરાયણના તહેવાર શરૂ થયા છે. થોડા જ દિવસોમાં કપાયેલા પતંગના દોરાથી ઈજા પહોંચ્યાના બનાવોમાં વધારો થયાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ પ્રકારે લોકો સાવધાની દાખવે તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેથી અક્સમાતના બનાવો અટકી શકે અને મહામૂલી જિંદગી બચી શકે.

પોલીસની કામગીરી બિરદાવાઈ

ગીતાંજલી ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસે લોકભાગીદારીથી યોજાલા કાર્યક્રમને વાહનચાલકોએ બિરદાવ્યો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે પોલીસ દ્વારા અમને સાવધાની દાખવીને થોડા દિવસો શક્ય હોય તો ઓવરબ્રિજ પર વાહન ન ચલાવવા પણ તાકીદ કરી છે. જેનાથી અકસ્માતમાં ઘટાડો થઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here