સુરત : સિવિલ હોસ્પિ.ના સફાઈ કર્મીઓના પગારને લઈને વહીવટી વિભાગમાં ભૂલ કરનાર બે કર્મીની બદલી

0
4

સુરત શહેરની સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓ આજે ચોથા દિવસે પણ હડતાળ પર યથાવત રહ્યા છે. પગારના મુદ્દે ચાલતી કર્મચારીઓની હડતાળના પગલે સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેના સગાસંબંધીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા સફાઈ કર્મીઓના પગારને લઈને વહીવટી વિભાગમાં ભૂલ કરનાર બે કર્મીની બદલી પણ કરી દેવામાં આવી છે. આ સાથે તંત્ર દ્વારા આગામી બે દિવસમાં પગાર અંગેની બાહેંધરી આપવામાં આવી છે. છતાં સફાઈ કર્મીઓ પોતાની માગને લઈને મક્કમ છે અને હડતાળ સમેટવા તૈયાર નથી.

કપાત પગાર તેમજ પગાર વધારો કરવાની માગ

સુરત શહેરની નવી સિવિલના સફાઈ કર્મચારીઓની પગાર મુદ્દે ચાલી રહેલી હડતાળ ચોજા દિવસે યથાવત રહી હતી. સફાઈ કર્મચારીઓ હડતાળ પર જ રહેવા મક્કમ છે અને પોતાની માંગણીને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે. હડતાળ પર ઉતરેલા કર્મીઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી કપાત પગાર તેમજ પગાર વધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. કર્મીઓની હડતાળના પગલે સારવાર માટે આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સફાઈ કર્મચારીઓની હડતાળના પગલે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સફાઈ કર્મચારીઓની હડતાળના પગલે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દર્દીઓને સિવિલથી સ્મીમેર મોકલાય છે

સિવિલ તંત્ર સફાઈ કર્મચારીઓને સમજાવવા છતાં સમજવા તૈયાર નથી. ત્યારે વિરોધ કરી રહેલા કર્મીઓના કારણે દર્દીઓ અને તેના સગાઓને હેરાન થવાનો વારો આવ્યો છે. 108માં આવતા ગંભીર દર્દીઓને સારવાર આપવાને બદલે સલાહ આપી સ્મીમેર રીફર કરી દેવામાં આવી રહ્યા છે. હોસ્પિટલે ઈમરજન્સી ન હોય તો દર્દીને દાખલ ન કરવા સૂચના આપી છે. 108ના અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને ઈમરજન્સી કેસ સ્મીમેર લઈ જવા કહ્યું છે. ઉપરાંત સ્ટાફ મોકલવા હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટે કહ્યું હતું.

હડતાળના બીજા દિવસે દર્દીઓ માટે બનતી રસોઈ વિભાગમાં હોબાળો કર્યો હતો.

હડતાળના બીજા દિવસે દર્દીઓ માટે બનતી રસોઈ વિભાગમાં હોબાળો કર્યો હતો.

વિશ્વા એન્ટરપ્રાઈઝ નામની એજન્સીને નોટિસ

આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વા એન્ટરપ્રાઈઝ નામની એજન્સીને નોટિસ આપવામાં આવી છે કે, સફાઈ કર્મચારીઓની માગનો નિવેડો લાવો. હડતાળ કરી રહેલા કર્મચારીઓને ફરજ પર હાજર કરવામાં આવે છે. આ કર્મચારીઓ ફરજ પર હાજર ન થાય તો બીજા કર્મચારીઓને રાખવામાં આવે. જો આ બંને ન થઈ શકે તો બીજી એજન્સીની નિમણૂંક કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here