સુરત : યુવાન બ્રિજની પાળી પર ચડી આપઘાત કરે તે પહેલાં TRB જવાનોએ બચાવી લીધો

0
2

સુરત શહેરમાં એક યુવક બ્રિજની પાળી પર ચડીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રિંગરોડ પર આવેલા કાપડ માર્કેટના ઓવર બ્રિજ પર આપઘાત કરવા ગયેલા યુવાનને ટ્રાફિક ટીઆરબી જવાનોએ જીવ બચાવ્યો હતો. ટ્રાફિક જવાનોની કામગીરીને લઈને ઉચ્ચ અધિકારીઓએ અભિનંદન આપ્યા હતા.

યુવાનની નજર ચૂકવી જીવ બચાવ્યો
મળતી માહિતી પ્રમાણે, અંદાજે 35 વર્ષીય એક યુવક કાપડ માર્કેટમાં કામ કરે છે અને આ કાપડ માર્કેટ રિંગરોડ પર આવેલ છે. ત્યારે આ વિસ્તારમાં હાલમાં આવેલા ઓવર બ્રિજની પાળી પર આ યુવાન ચડીને આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે આ યુવાન આવું કરી રહીયો હતો ત્યારે ત્યાંથી ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક પોલીસની મદદ કરી રહેલા ટીઆરબી જવાન ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. આ લોકોનું ધ્યાન જતા પોલીસ અને ખાસ કરીને ટ્રાફિક પોલીસ સાથે રહેલ ટીઆરબી જવાને સમય સૂચકતા વાપરીને આ યુવાનની નજર ચૂકવીને તેની નજીક પહોંચીને યુવાને આપઘાત કરતા પહેલા ઉગારી લીધો હતો.

ટ્રાફિક જવાન પસાર થતા હતા ત્યારે યુવાનને બ્રિજની પાળી પર ચડેલો જોયો હતો.
ટ્રાફિક જવાન પસાર થતા હતા ત્યારે યુવાનને બ્રિજની પાળી પર ચડેલો જોયો હતો.

ટ્રાફિક જવાનોની કામગીરીની પ્રશંસા
યુવાનને બચાવી પોલીસ મથકે લઈએ જવામાં આવ્યો હતો. જોકે, આ યુવાની તમામ વાત સાંભળીને આર્થિક ભીંસમાં આવી જતા આ પગલું ભરવાની વાત સામે આવતા પોલીસે આ યુવાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે. યુવાનનો જીવ બચાવનાર ટીઆરબી રોહિત વિજયભાઈ અને સાગર સુરેશભાઈ અને લોકરક્ષક હિતેશભાઈની કામગીરીને લઈને પોલીસ વિભાગમાં તેમના અધિકારી દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here