- Advertisement -
સુરતઃઅડાજણ વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી ફાયર વિભાગ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે શોપિંગ સેન્ટરની દુકાનો સીલ કરાયા બાદ આજે ત્રિનિટિ બિઝનેસ હબમાં ફાયરની સુવિધાના અભાવે સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 43 દુકાનો અને ઓફિસ સીલ કરાયા હતાં. ફક્ત અડાજણ માં 7 દિવસમાં 800 થી વધુ દુકાનો અને ઓફિસ ને સીલ કરવામાં આવ્યાં છે. સીલ મારવાની કાર્યવાહી દરમિયાન હોસ્પિટલ,ATM,અને બેકને બાકાત રાખી છે.