સુરત : બે બાઈકર્સે 19 દિવસમાં 5500 કિમીની લેહ-લદાખ સુધીની સફર કરી

0
41

સુરતઃ બે બાઈકર્સે 19 દિવસમાં 5500 કિલોમીટરની બાઇક પર સફર કરી લેહ-લદાખ સુધી લોકોમાં ટ્રાફિકને લઈ જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો છે. ગૂગલ મેપના ઉપયોગથી 18380 ફૂટની હાઈટ પર આવેલા દુનિયાના સૌથી ઉંચા રસ્તાની સફર કરી સુરતના યુવાનોમાં સાહસિકતાનું ઉદાહરણ બન્યા છે. સુરતથી લેહ-લદાખનો પ્રવાસ કરનાર યુવાનોએ જણાવ્યું છે કે, આ પ્રવાસ અઘરો હતો પણ શક્ય બનાવવો હતો. આટલી ઉંચી હાઈટ પર ઓક્સિજન અને પાતળી હવાની મજા એ પણ બાઇક ઉપર મેળવવાનો આનંદ અનોખો રહ્યો છે. જ્યાં પાતળી હવાને લઈ માનવ જીવન માટે ઉભા રહેવાનું શક્ય ના હોય ત્યાં આપણા દેશના જવાનો ફરજ બજાવી દેશની સુરક્ષા કરતા જોઈ ખરેખર ભારતીય હોવાનો ગર્વ અનુભવી રહ્યા છે.

ટ્રાફિક જાગૃતતાના અભિયાનનો ભાગ બન્યા

કૃષ્ણા રાજેન્દ્ર ગવન્ડે (બાઈકર્સ) એ જણાવ્યું હતું કે, તેઓ સાત વર્ષથી જ બાઇક ચલાવતા થયા છે. પણ બાઇક પર લાંબો પ્રવાસ કરવાની શોખે તેમને અનેક બાઈકર્સ મિત્રો અને બાઈકર્સ ક્લબનું સભ્યપદ આપ્યું છે. દેશભરમાં ચાલી રહેલા ટ્રાફિક જાગૃતતાના અભિયાનનો ભાગ બનવા તેઓ પાંચ મિત્રોએ સુરતથી લેહ-લદાખના પ્રવાસનું આયોજન કર્યું હતું. 9 જૂનથી 28 જૂન સુધીના આ બાઈક પ્રવાસમાં 3 બાઈકર્સ મિત્રો અર્ધ વચ્ચે જ હિંમત હારી ગયા હતા. જોકે, તેઓ એક મિત્ર જાજવલય ટેલરના સાથ સહકારથી આટલી લાંબી સફરને સફળ બનાવી શક્યા છે.

દુનિયાના સૌથી ઉંચા રસ્તા સફર કરી

વધુમાં ઉમેર્યું હતું કે, 5500 કિલો મીટરના પ્રવાસમાં તેમણે 4 સ્ટોપ કરી પહેલા 3 દિવસ રોજની 700 કિલો મીટર બાઇક ચલાવી છે. ત્યારબાદ જમ્મુથી રોજનો 250 કિલો મીટરનો પ્રવાસ કરી લેહ-લદાખની વાદીઓને સર કરી છે. ખનન અને બારાલછા ગામમાં બરફના પાણીમાંથી 35-40 કિલોમીટર સુધી બાઇક ચલાવવાનો અનુભવ ખૂબ જ યાદગાર રહ્યો છે. દુનિયાના સૌથી ઉંચા રસ્તા એટલે કે, 18380 ફૂટ પર આવેલા ખારડુંગલા ગામના રસ્તા પર 38 કિલોમીટરના પ્રવાસે લેહ-લદાખની સુંદરતાનો એહસાસ કરાવ્યો છે. કેટલીક જગ્યાઓ એવી હતી કે જ્યાં પાતળી હવાને કારણે વધુ સમય ત્યાં રહેવું જોખમ હોય એવી ઉંચાઈ પર ભારતીય ફોજના જવાનોને ખડે પગે ફરજ બજાવતા જોઈ ભારતીય હોવાનો ગર્વ અનુભવી રહ્યા છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here