સુરત – ગરમીમાં રાહત મેળવવા સચિનના તળાવમાં ન્હાવા ગયેલા બે ભાઈ ડૂબી જતા મોતને ભેટ્યા

0
0

                                     ઘરે પરત ન ફરતા પરિવારને શોધખોળ હાથ ધરી હતી                                                                         તળાવ પાસેથી બંનેના કપડા અને મોબાઈલ મળી આવ્યા

તળાવમાં શોધખોળ કરતા મૃતદેહ મળી આવ્યા

પરેશ પટેલ,સીએન 24

સુરત. શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે સચિનના બે ભાઈ તળાવમાં ન્હાવા પડ્યા હતા. ત્યારે બંને ભાઈ ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. શોધખોળ હાથ ધરતા બંનેના મૃતદેહ મળી આવ્યા હતા. સચિન જીઆઇડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બંને મૃતકોના પિતા મજૂરી કામ કરે છે

મળતી માહિતી પ્રમાણે સચિન વિસ્તારમાં આવેલી ગભેણી રોડ પર રામેશ્વર કોલોનીમાં રહેતો 17 વર્ષીય ફિરોઝ અકબર અલી અન્સારી અને તેનો 15 વર્ષીય ભાઈ મેરાજ કાળઝાળ ગરમીમાં ઠંડક મળે તે માટે ઘર નજીક આવેલા તળાવમાં નહાવા ગયા હતા. ત્યારે તે પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યા હતા. ફિરોઝ અને મેરાજ ઘરે પહોંચ્યા હતા. જેથી તેના પરિવારના સભ્યો અને આજુબાજુના લોકોએ બન્ને ભાઈઓની શોધખોળ કરતા હતા. તે સમયે તળાવના કિનારે બંનેના કપડાં અને મોબાઇલ મળી આવ્યા હતા. જેથી આ અંગે પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે ધસી ગઈ હતી. બાદમાં ગામના લોકો અને પોલીસે તળાવમાં શોધખોળ કરતા બન્નેના મૃતદેહો મળી આવ્યા હતા. જોકે બંને ભાઈઓના પિતા મજૂરી કામ કરે છે. આ અંગે સચિન જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here