સુરત : મોડી રાત્રે મકાનનો સ્લેબ પડતા બે બાળકો નીચે દબાઈ ગયાં

0
0

શહેરના ઉધના વિસ્તારમાં એક ગુરુવારે મોડી રાત્રે એક દુર્ઘટના ઘટી હતી, જેમાં એક કોલોનીમાં આવેલા મકાનનો સ્લેબ તૂટી પડતાં બે માસૂમ બાળકો નીચે દબાઈ ગયાં હતા. ઘટનાના પગલે સ્થાનિક લોકોએ ત્યાં દોડી જઈ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. બંને બાળકોને કાટમાળથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાતાં ત્યાં તેમને મૃત જાહેર કરાયાં હતાં, જોકે માતા-પિતાનો આ દુર્ઘટનામાં બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

માસૂમ બાળકોને ઊંઘ જ મળ્યું મોત
શહેરના ઉધનામાં અંબર કોલોનીના ગુરુવારે મોડી રાત્રે એક મકાનનો સ્લેબ તૂટી પડતાં નૈતિક અને નિધિ ગોલીવાડ નામનાં બે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટના બાદ ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બંને બાળકોને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે સિવિલ લઈ જતાં બંનેને મૃત જાહેર કરાયાં હતાં. ઉધના પોલીસે હવે આ બાબતે આગળની તપાસ હાથ ધરી છે.

મોડી રાત્રે પોણાબાર વાગ્યે બની દુર્ઘટના
નરેશભાઈ ગોલીવાડ પોતાની પત્ની શારદા તથા બે બાળકો સાથે ઘરમાં સૂતા હતા. આ દરમિયાન મોડી રાત્રે મકાનનો સ્લેબ ધરાશાયી થતા બંને બાળકોના મોત નિપજ્યા, જ્યારે નરેશભાઈને માથાના ભાગે ઈજા થઈ હતી. ઘટનાને લઈને ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના લગભગ રાત્રિના પોણાબાર વાગ્યે બની હતી. નરેશભાઈ ગોલીવાડ તેમના પત્ની શારદા તથા કોલ મળતાં જ ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, જ્યાં લોકો બન્ને બાળકોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ ગયા હતા. એટલું જ નહીં, પણ સ્લેબ નિદ્રાધીન બાળકો પર પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

બે માળના મકાનનો સ્લેબ તૂટીને પડ્યો
ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે નરેશ ગોલીવાડના ગ્રાઉન્ડ સાથે બે માળના મકાનમાં આ ઘટના બની હતી. બાળકો જમીન પર અને માતા-પિતા પલંગ પર સૂતાં હતાં. અચાનક બીજા માળનો સ્લેબ તૂટી પડતાં અડધો કાટમાળ સૂતેલાં બાળકો પર અને અડધો માતા-પિતા પર પડ્યો હતો, જેમાં બાળકો ગંભીર રીતે દબાઈ ગયાં હતાં, જ્યારે માતા-પિતાનો બચાવ થયો હતો.

સ્લેબ પડવાથી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં બાળકો.
સ્લેબ પડવાથી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં બાળકો.

પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે જોરદાર ધડાકા સાથે પડેલા સ્લેબને લઈ પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક દોડી આવ્યા હતા. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચે એ પહેલાં પાડોશીઓએ બાળકોને કાટમાળમાંથી બહાર કાઢી ખાનગી વાહનમાં સિવિલ લઈ ગયા હતા, જ્યાં બન્નેને મૃત જાહેર કરાયાં હતાં. પોલીસ દ્વારા આ ઘટનાને લઈને હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here